________________
તેમાં જોવા મળે છે. પરમાત્મા જેવું જે નિત્ય હોય તે તો હંમેશાં એ જ સ્વરૂપમાં ચાલુ રહે, એનામાં કશાં જ પરિવર્તનો ક્યારેય ન આવે. (૨) બીજું, આ કોશ જડ છે (વડવા). જે જડ હોય, ચૈતન્યવિહીન હોય, પરતંત્ર હોય, તે કદાપિ નિત્ય હોઈ શકે નહીં. વિશુદ્ધસ્વરૂપમાં પરમાત્મા તો, નિત્ય હોવાથી, હંમેશાં ચૈતન્યસભર અને સ્વયંસ્વતંત્ર હોય છે. (૩) ત્રીજું, આ કોશને અનેક પ્રકારના પરિચ્છેદો નડે છે (પરિછિન્નત્વદેતુ:). પરિચ્છેદો એટલે સીમાઓ, મર્યાદાઓ (Limitations). દેશ-કાળ-વસ્તુ વગેરે અનેક તત્ત્વોથી, તે પરિચ્છિન્ન-મર્યાદિત-સીમિત છે, જ્યારે પરમાત્મા તો સદા-સર્વદા અપરિચ્છિન્ન, અનાદિ, અનંત, છે, એને કોઈ સીમા નડતી નથી. તે તો અસીમ કે નિઃસીમ છે. જે નિત્ય હોય તે, આવા બધા પરિચ્છેદોથી મુક્ત હોય. (૪) ચોથું, જે નિત્ય હોય તે હંમેશાં દૃષ્ટા (seer) હોય, દશ્ય (seen) ન હોય. આ કોશ તો આત્માનો દૃશ્ય વિષય બને છે (કૂવાત) અને જે “દૃશ્ય' હોય તે નિત્ય હોઈ શકે નહીં. દૃશ્ય ઉપરાંત તે શેય (Known, જ્ઞાનનું કર્મ) છે, જ્યારે નિત્ય એવા પરમાત્મા તો હંમેશ જ્ઞાતા (જ્ઞાનનો કર્તા - Subject) જ રહે છે. અને છેલ્લે તથા (૫) પાંચમું એ કે આ કોશ અનેકગામી હોવાને કારણે તે વ્યભિચારી છે ( વારિત્રાત). પરમાત્મા તો સુષુપ્તિ-સહિત ત્રણેય અવસ્થામાં હાજર હોય છે, સત્ હોવાથી ભાવરૂપ હોય છે, સુષુપ્તિ દરમિયાન પણ તે સાક્ષી-સ્વરૂપે ઉપસ્થિત હોય છે, જ્યારે સુષુપ્તિસમયમાં આ કોશ હાજર હોતો નથી, એનો ભાવ (Presence) હોતો નથી, અસત્ હોવાથી એનો, ત્યારે, અભાવ હોય છે.
નિત્ય અને અનિત્ય એટલે કે સત અને અસની હાજરી અને ગેરહાજરી એટલે કે તેમનાં ભાવરૂપ અને અભાવરૂપ વિશે, ગીતાએ સંક્ષિપ્ત છતાં સચોટ નિરૂપણ કરતાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જે અસત્ (અનિત્ય) હોય, તેનો કદી ભાવ (Presence) હોતો નથી, અને જે સત્ (નિત્ય) હોય, તેનો કદી અભાવ (Absence) હોતો નથી :નાસતો ( કમલત:) વિદ્યતે બાવો નામાવો ( સમાવ:) વિદતે સત: . (૨, ૨૬)
આવાં બધાં કારણોને લીધે, આ વિજ્ઞાનમય કોશ નિત્ય હોઈ શકે નહીં (નિત્ય: 7 3ષ્યત) અને આથી (મત:) તે પરમાત્મા ન હોઈ શકે, નથી જ (પરીત્મા ન થાત !).
પરમાત્મા હોવાની, આ વિજ્ઞાનમય કોશની અપાત્રતા, આમ, એ કોશનું નિરૂપણ પૂરું કરતાં, આચાર્યશ્રીએ, અસરકારક રીતે, સિદ્ધ કરી દીધી. પરમાત્મા તો, આ બ્રહ્માંડમાંની સર્વ વસ્તુઓથી, એમાંનાં સમસ્ત તત્ત્વોથી, એ સર્વથી, એ સમસ્તથી, એ સમગ્રથી, સદા-સર્વદા વિશિષ્ટ છે, જૂદો છે, ન્યારો છે, ભિન્ન છે. અરે, એ તો એક જ છે, અદ્વિતીય છે, તો પછી એનો સમકક્ષ (Equivalent) હોવાનું કે બનવાનું આ કોશનું બિચારાનું તો ગજું જ શું?
શ્લોકનો છંદ : અનુણુપ (૨૦૦૮)
૩૯૦ | વિવેકચૂડામણિ