________________
ગુણવાળી વૃત્તિ, પ્રિયતા (પ્રમોદ, મોદ વગેરે) રૂપે ઈચ્છિત વસ્તુ મળતાં, આનંદમય કોશ પ્રગટ થાય છે. વળી, પોતાનાં પુણ્યકર્મનો અનુભવ થાય ત્યારે, પુણ્યકર્મ કરનારાં મનુષ્યોને (આ કોશ) આનંદરૂપે સ્વયં જણાય છે, જેમાં પ્રાણીમાત્ર આનંદમય બની, કશા પણ પ્રયત્ન વગર, સારી રીતે આનંદ અનુભવે છે. (૨૦૯).
ટિપ્પણ : શ્લોક-૧૫થી શરૂ થયેલું, પાંચ કોશોનાં સ્વરૂપનું, નિરૂપણ, હવે, આ છેલ્લા, પાંચમા, આનંદમય-કોશનાં સ્વરૂપનાં નિરૂપણ (શ્લોકો-૨૦૯-૨૧૦૨૧૧) સાથે, પૂરું થાય છે. શ્લોક-૨૧૨માં આ પાંચેય કોશોનો ઉપસંહાર કરીને, ગ્રંથકાર, મોક્ષાર્થી સાધકને, એ પાંચેયના નિષેધની ભલામણ કરે છે અને વેદાન્તદર્શનના આ એક મહત્ત્વના વિષયની ચર્ચાનું સમાપન કરે છે.
આ કોશનું નામ, એની સંજ્ઞા “આનન્દમય' છે, એટલે વિશુદ્ધ આત્માનાં જે ત્રણ મૂળભૂત સ્વરૂપો છે, – સત, ચિત અને આનંદ, – તેમાંનું “આનન્દ-સ્વરૂપ જેનાં નામ સાથે સંકળાયેલું છે તે, આ આનન્દમય કોશ, આવકાર્ય-સ્વીકાર્ય કે ગ્રહણ કરવા યોગ્ય હશે, એવી ભ્રમણામાં કોઈ સાધક ન રહે તે માટે, આચાર્યશ્રી, સૌપ્રથમ, ચોખવટ કરી નાખે છે કે આનન્દ-સ્વરૂપ આત્માનું જે શરીરમાં પ્રતિબિંબ પડે છે તેવો (માનન્તપ્રતિવિષ્યિતસ્વિતનઃ) આનન્દમય કોશ પણ અંતે તો, તમોગુણથી પ્રગટ થતી વૃત્તિમાત્ર જ (તમ:-૩નૃતા વૃત્તિ:) છે. અને આવી વૃત્તિ કંઈ સારી ન કહેવાય, એને આત્મસાત કરવાથી કંઈ શુભ પરિણામ ન આવે.
વળી, મનુષ્યને સુખનો અનુભવ કરાવનારા આ ત્રણ ગુણોને, - પ્રિયતા, મોદ અને પ્રમોદને, – શાસ્ત્રોએ ગણાવ્યા છે. પરંતુ આ ત્રણ ગુણોનું સ્વરૂપ એવું છે કે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે (સ્વ-ઈ-અર્થ-તામ-૩), એની પ્રિયતાની માત્રા પ્રમાણે મનુષ્યની ચિત્તવૃત્તિ જે આનંદનો અનુભવ કરે છે તે, ઉત્તરોત્તર, આરોહના ક્રમે કરે છે. દા.ત. કોઈ મનુષ્યને સોનાના અલંકારો બહુ ગમે છે, એટલે કે એ તેનું અર્થ છે. એનો વિચાર કે દર્શન પણ એને જે આનંદ આપે છે તે, પ્રિયતા – પ્રકારનો છે. એવા અલંકારો જ્યારે તેને ખરેખર પ્રાપ્ત થાય છે ત્યારે આનંદ માં પ્રકારનો બને છે. પરંતુ જ્યારે તે આ અલંકારોને પોતાનાં શરીર પર ધારણ કરે છે, પહેરે છે, તે સમયનો આનંદ તો પ્રમોડ-પ્રકારનો થઈ જાય છે. પ્રિયતા - પ્રકારનો આનંદ ઉચ્ચ છે, મો-પ્રકારનો આનંદ ઉચ્ચતર છે. પણ પ્રમો-પ્રકારનો તો ઉચ્ચતમ છે, સર્વોત્કૃષ્ટ છે. પરંતુ આ પ્રકારનો શ્રેષ્ઠ આનંદ, પુણ્યકર્મ કરનારાઓ(કૃતિનામ)ને, એમનાં પુણ્યો પાકે ત્યારે (જુથણ અનઅવે) જણાય છે અને તે પણ સ્વયં આનંદ-રૂપે જણાય છે (માન : વયે વિમતિ ) હકીકતમાં, તે પુણ્યશાળી વ્યક્તિ પોતે જ આનંદમય-સ્વરૂપ બની જાય છે.
પરંતુ આવો પ્રગાઢ આનંદ તે વ્યક્તિને સુષુપ્તિ-અવસ્થામાં, ગાઢ નિદ્રા દરમિયાન થાય છે, અને આવી સ્થિતિ તે જીવાત્માની સ્થિતિ છે, જે આનંદમયકોશના ઉદયનાં કારણે શક્ય બને છે. એટલે એમ કહી શકાય કે આવી
૩૯૨ | વિવેકચૂડામણિ