________________
૨૦૬ जलं पंकवदत्यन्तं पंकापाये जलं स्फुटम् ।
यथा भाति तथाऽऽत्मापि दोषाभावे स्फुटप्रभः ॥ २०६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
જલ પંકવદત્યન્ત પંકાપાયે જલં ફુટમાં યથા ભાતિ તથાડડત્માપિ દોષાભાવે ફુટપ્રભઃ | ૨૦ ||
શ્લોકનો ગદ્ય અન્વય : સત્યતં પંવત્ () નર્ત પં-અપાવે यथा स्फुटं जलं भाति, तथा आत्मा अपि दोष-अभावे स्फुटप्रभः (भवति) | ૨૦૬ .
શબ્દાર્થ પંdવ એટલે કાદવવાળું, ગંદું, મેલું, કપાય એટલે નાશ, દૂરીકરણ. પ-અપાય એટલે કાદવ વિનાનું બનતાં, કાદવ (નીચે) બેસી જતાં, અરે એટલે સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ, ચોકખું. અત્યન્ત એટલે ખૂબ, અતિશય, ઘણું. ખૂબ કાદવવાળું હોવા છતાં, કાદવ નીચે બેસી જતાં, પાણી સ્વચ્છ દેખાય છે, તે પ્રમાણે, “તે પ્રમાણે શું? ટોષ-૩માવે . તોષ, જીવભાવરૂપી દોષ. આ જીવભાવરૂપી દોષ દૂર થતાં, રા: (મતિ) | દોષમુક્ત થતાં, સ્પષ્ટ પ્રભાવાળો બને છે, સ્પષ્ટપણે પ્રકાશે છે, એનો પ્રકાશ સ્પષ્ટ થઈ જાય છે. (૨૦૬).
અનુવાદ : પાણી, અતિશય કાદવવાળું હોવા છતાં, કાદવ (નીચે બેસી જતાં), જેમ સ્વચ્છ દેખાય છે તેમ, આત્મા પણ દોષમુક્ત થતાં, સ્પષ્ટ પ્રભાવાળો બનીને પ્રકાશે છે. (૨૦૬)
ટિપ્પણ : કાદવથી મેલું બનેલું (વા) પાણી અને જીવભાવરૂપી દોષવાળો આત્મા, - એ બંને વચ્ચે અહીં સરખામણી (તુલના) કરવામાં આવી છે. વાંધો કે વાંક પાણીનો નથી, એમાં ભળેલા કાદવનો છે, કાદવને જ કારણે પાણી ગંદુ બની જાય છે, પેય (પીવા લાયક) રહેતું નથી. પરંતુ કાદવ દૂર થતાં અથવા નીચેતળિયે બેસી જતાં (પં-માયે), એ જ પાણી સાફ (પુર) બની જાય છે અને પેય બની રહે છે.
એ જ રીતે, આત્મા તો હંમેશ માટે એક પૂજ્ય, સ્વીકાર્ય-નિર્મળ અથવા ઇચ્છનીય તત્ત્વ છે. મુશ્કેલી ઊભી થાય છે, જ્યારે એ જીવભાવરૂપી દોષથી ખરડાય છે, પોતાના સ્વકીય પ્રકાશ (મા) વિનાનો (નિઝમ) બની જાય છે. સંનિષ્ઠ સાધનાનાં પરિણામે, સાધક એમાં, એટલે કે આત્મામાં પ્રવેશી ગયેલા જીવભાવરૂપી દોષને દૂર કરે છે, એટલે કે જ્યારે આત્મા આ રીતે દોષ-વિનાનો (તોષામવે) બની જાય છે ત્યારે, એનો પોતાનો પ્રકાશ (મા) છતો થઈ જાય છે, એટલે કે તે પોતાની સ્પષ્ટ પ્રભા વડે પ્રકાશવા માંડે છે. ( પ્રમ: મવતિ )
૩૮૬ | વિવેકચૂડામણિ