________________
પ્રતિકૂલ તત્ત્વ. કોઈ પણ તત્ત્વના અભાવનું જ્ઞાન ત્યારે જ મેળવી શકાય, જયારે તેના વિરોધી તત્ત્વનું જ્ઞાન મેળવી લેવામાં આવ્યું હોય. દાખલા તરીકે, ઘટાભાવ (ઘટ+અભાવ)ને તો, અને ત્યારે જ સમજી શકાય, જો અને જ્યારે આપણે ઘટાભાવના વિરોધી પ્રતિયોગી) એવા ઘટને બરાબર સમજી લીધો હોય. ઘડો એટલે શું? ઘડાનું સ્વરૂપ કેવું છે? એ જાણ્યા-સમજ્યા વિના ઘડાની ગેરહાજરી, એટલે કે ઘટાભાવને સમજી ન શકાય. ઘડો હાજર ન હોય એવી વસ્તુસ્થિતિ, એટલે, ઘડાનો અભાવ, ઘટ-અભાવ.
અભાવનું આ પ્રાથમિક સ્વરૂપ સમજ્યા પછી, હવે આપણે, આપણા માટે અહીં પ્રસ્તુત છે, તે પ્રાગુઅભાવ પર આવીએ : માટી કારણ” અને એમાંથી બનાવવામાં આવેલો ઘડો “કાય છે. ઘડો ઉત્પન્ન કરવામાં આવ્યો તે પહેલાં (W), માટી(કારણ)માં રહેલા ઘડા(કાય)નો અભાવ, એટલે પ્રાગુઅભાવ. માટીમાં ઘડો હાજર હોતો, - આ થયો ઘડાનો પ્રાગભાવ. તંતુઓ (એટલે કે તાંતણાં) “કારણ” છે, અને એમાંથી વણવામાં આવેલું પટ (એટલે કે કાપડ) એ “કાર્ય છે. પટ વણવામાં આવ્યું તે પહેલાં (પ્રા), તંતુ(કારણ)માં રહેલા પટ(કાય)નો અભાવ, એટલે પ્રાફ-અભાવ, પટ-પ્રાગભાવ.
ટૂંકમાં, ઘટ અને પટ ઉત્પન્ન થયાં તે પહેલાં (પ્રા), ઘટ-પ્રાગભાવ અને પટ-પ્રાગભાવ અસ્તિત્વ ધરાવતાં હતાં, એટલે કે આવા બે અભાવો, ઘટ અને પટની ઉત્પત્તિ પહેલાં હાજર હતાં, અને તેમની તે હાજરી ક્યારે શરૂ થઈ હશે, તે કોઈ જ જાણતું નથી તેથી, આ બે પ્રાગભાવો અનાદિ છે. પરંતુ આ પ્રાગભાવો અનંત નથી, સાત્ત (સ+અંત) છે, વિનાશી છે, કારણ કે જેવાં ઘટ અને પટ જેવાં કાર્યો અસ્તિત્વમાં આવે, તેવાં જ, ઘટ અને પટના પ્રાગભાવો નષ્ટ થઈ જાય.
ટૂંકમાં, પ્રાગભાવ અનાદિ છે, પરંતુ અનંત નથી, એનો અંત નિશ્ચિત છે, અને તે અંત એટલે તે તે કાર્યોની ઉત્પત્તિ.
હવે આપણે, શ્લોકમાંના શબ્દોની અર્થ-સમજૂતી પર પાછાં આવીએ : વિધ્વસ એટલે વિનાશ, અંત. વક્ષિત: એટલે જોવામાં આવ્યો છે. આમ, આ મુખ્ય વાક્યનો અર્થ આ પ્રમાણે થશે : અનાદિ એવા પ્રાગભાવનો પણ વિનાશ એટલે કે અંત જોવામાં આવ્યો છે. એનો અર્થ એ થયો કે કોઈ પણ વસ્તુ “અનાદિ ભલે હોય, તે અનંત નથી, તે પણ સાત્ત છે. (તમ) મનવિ પિ હૂં (તર્થ
) પ્રામાવ: રૂવ નો નિત્ય (ત્તિ) મુર્ટ (જીત) / મુદ્દે એટલે સ્પષ્ટ, સરળ, સમજાય તેવું. તેથી, અનાદિ હોવા છતાં, આ (અવિદ્યા અને તેનું કાર્ય), પ્રાગભાવની જેમ નિત્ય નથી, એ હકીકત સ્પષ્ટ છે. (૨૦૧-૨૦૨).
અનુવાદઃ અનાદિ એવા પ્રાગભાવનો પણ વિનાશ જોવામાં આવ્યો છે, તેથી અનાદિ હોવા છતાં પણ આ (અવિદ્યા અને તેનું કાર્ય) પ્રાગભાવની જેમ નિત્ય નથી, એ હકીકત) સ્પષ્ટ છે. (ર૦૧-૨૦૨)
વિવેકચૂડામણિ | ૩૮૧