________________
પ્રકારની ચેતનાશક્તિ આવી જાય છે, અને તેથી જ દેહ વગેરેમાં અને એની સાથે સંકળાયેલા સર્વ આશ્રમો(બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ વગેરે ચાર આશ્રમો)માં, તે તે આશ્રમોનાં ધર્મો-કર્મો-ગુણો વગેરેને તે, તે બધાં મારાં છે (સતતં મમ તિ) એમ સમજીને, તેમાં તે ‘અભિમાન’ ધરાવે છે.
પરંતુ, આવી બધી ગુણવત્તા અને વિશિષ્ટતા હોવા છતાં, જીવ-સ્વરૂપ આ વિજ્ઞાનમય કોશને સંસારચક્રમાં પરિભ્રમણનું દુર્ભાગ્ય કેમ સાંપડે છે ? એવો સવાલ કોઈકનાં મનમાં જરૂર જાગે.
હકીકત એ છે કે વિજ્ઞાનમય કોશ ભલે આત્માની ખૂબ નજીક હોય, છતાં તે પોતે તો આત્મા નથી જ, તે તો આત્માની માત્ર ‘ઉપાધિ' જ છે ! એટલે શું બને છે ? અસંગ, નિર્લેપ અને નિરુપાષિક એવા પરમાત્માની ઉપાધિરૂપ એવા આ વિજ્ઞાનમય કોશમાં, પેલી ઉપાધિમાં, તે આત્મબુદ્ધિ ધરાવવા માંડે છે (ય-માભી:) અને એવી જ ભ્રમણાનાં, હું-પણાનાં ભ્રમથી, જન્મમરણનાં અનંત-જેવા ચકરાવારૂપી સંસારમાં તે ફસાય છે.
આમ તો, આ ઉપાધિ અને આ ભ્રમ, એ બધાનું મૂળ કારણ છે - અવિદ્યા. ‘હું બ્રહ્મ જ છું’ (અહં બ્રહ્માસ્મિ) - એ જાતનો બોધ થતાં, એ પ્રકારની સાચી વિદ્યા પામ્યા પછી, પેલી અવિદ્યા ટળી જાય છે ! પરંતુ આવી અભીષ્ટ પરાકાષ્ઠાએ પહોંચવા માટે તો સાધ્યું, અત્યંત આકરી સાધનાની તાવણીમાંથી પસાર થવું પડે ! આ શ્લોકમાં, ઉપજાતિ છંદનાં ચારને બદલે છ ચરણોમાં છે, તે નોંધપાત્ર છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૯૦)
૧૯૧ योऽयं विज्ञानमयः प्राणेषु हृदि स्फुरत्स्वयंज्योतिः ।
कूटस्थः सन्नप्यात्मा कर्ता भोक्ता भवत्युपाधिस्थः ॥ ९९९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યોડયં વિજ્ઞાનમયઃ પ્રાણેષુ હદિ સ્ફુરત્સ્વયંજ્યોતિઃ ।
ફ્રૂટસ્થઃ સન્નપ્યાત્મા કર્તા ભોક્તા ભવત્યુપાધિસ્થઃ || ૧૯૧ || શ્લોકનો ગદ્ય અન્વય ઃ ય: અયં વિજ્ઞાનમય: (જોશ:) પ્રાળેષુ વિ (7) સ્વયંખ્યોતિ: (અસ્તિ), (સ: વ મય) સ્થ: આત્મા સન્ (અત્તિ) ઉપાધિસ્થ; તાં મોત્તા (7) મત્તિ ॥ ૧ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (સવ અયં સ્વમાવતઃ) છૂટÆ: આત્મા સન્ (अपि) उपाधिस्थः कर्ता भोक्ता व भवति । कूटस्थ શબ્દ પણ દાર્શનિક (Philo-sophical) અને આધ્યાત્મિક (Spiritual) પરંપરામાં એક પારિભાષિક શબ્દ છે. સૌપ્રથમ, આપણે તેને સમજી લઈએ : છૂટ એટલે, મૂળભૂત રીતે, જે કાંઈ ખોટું, મિથ્યા, ભ્રામક, છેતરાપણું હોય તે. વાંચો :
૩૬૨ / વિવેકચૂડામણિ