________________
પણાના ભ્રમથી, સંસતિ – સંસારને તે પામ્યા કરે છે, સંસારચક્રમાં ભમ્યા કરે છે, ભટક્યા કરે છે, અટવાયા કરે છે, - એમાં ફસાય છે. (૧૯)
અનુવાદ : દેહમાં અને દેહ સાથે સંકળાયેલા આશ્રમો અને તે આશ્રમોને લગતાં ધર્મો, કર્મો અને ગુણોમાંનાં અભિમાનને લીધે, આ વિજ્ઞાનમય કોશ, તેને સતત પોતાનાં સમજે છે. પરમાત્માની અત્યંત સમીપ હોવાને લીધે, આ (વિજ્ઞાનમય કોશ) ખૂબ પ્રકાશવાળો છે, અને આ કારણે જ તે (વિજ્ઞાનમયકોશ) આ(પરમાત્મા)ની ‘ઉપાધિ’ બને છે, જે(ઉપાધિરૂપ વિજ્ઞાનમયકોશ)માં આત્મબુદ્ધિવાળો તે (હું-પણાંના) ભ્રમને કારણે, સંસારને પામ્યા કરે છે. (૧૯૦)
ટિપ્પણ : વિજ્ઞાનમય કોશ એ ‘જીવ' છે, ‘જીવાત્મા’ છે, એમ આ પહેલાં કહેવાઈ ગયું છે. જીવ-સ્વરૂપ આવા આ વિજ્ઞાનમય કોશને સંસારચક્રમાં શા માટે ભટકવું પડે છે, - એ વાત અહીં સમજાવવામાં આવી છે.
આ કોશનાં અનુસંધાનમાં, એક વિશિષ્ટ હકીકત એ ધ્યાનમાં રાખવાની રહે છે કે આ સિવાયના અન્ય સર્વ કોશો કરતાં જો કોઈ કોશ પરમાત્માની સૌથી સમીપ હોય તો, તે આ એક, – વિજ્ઞાનમય, કોશ જ છે. આ હકીકતનું સીધું અને સ્વાભાવિક પરિણામ એ છે કે તે ખૂબ પ્રકાશવાળો છે. પરમાત્માના અત્યંત સમીપમાં હોવાનો (પ્રસાન્નિધ્યાત્) કશોક લાભ તો તેને મળવો જોઈએને ! તે લાભ એટલે આ અતિપ્રકાશની પ્રાપ્તિ. પરંતુ આ હકીકતનાં જ કારણે, એને બીજો એક લાભ પણ મળે છે, અને તે એ કે તે પરમાત્માની ‘ઉપાધિ' બની રહે છે. આ ‘ઉપાધિ' શબ્દ, આ પહેલાં પણ એક વાર, આવી ગયો છે અને ત્યાં તેની સમજૂતી આપી છે, તે છતાં વેદાન્ત-દર્શનના આ પારિભાષિક શબ્દને પૂરેપૂરો સમજી લઈએ, જેથી વિજ્ઞાનમય કોશનું સ્વરૂપ બરાબર સમજાય : ૩૫+૩+ધા (કોઈક વસ્તુને, બીજી કોઈક વસ્તુની અત્યંત નજીક મૂકવી) - આ ધાતુ પરથી બનેલો આ ‘ઉપાધિ’ શબ્દ એટલે, વાચ્યાર્થમાં તો, ‘ભ્રમ-કપટ-છેતરપીંડી’ (Fraud, trick, descit). આવી ભ્રમણા કેવી રીતે ઉદ્ભવે છે તે, એક ઉદાહરણથી, સ્પષ્ટ થશે : દૂધ, મૂળભૂત રીતે રંગે ધોળું છે, છતાં તેને લાલ-રંગવાળા કાચના પ્યાલામાં મૂકવામાં આવે ત્યારે, તે લાલ-રંગનું દેખાય છે. પ્યાલાનો લાલ-રંગ તેની ‘ઉપાધિ’ છે. આ પણ એક જાતની ભ્રમણા જ છે ને !
અહીં પ્રસ્તુત સંદર્ભમાં, વિજ્ઞાનમયકોશ સ્વયં પરમાત્મા તો નથી જ, અને તે પરમાત્માની અત્યંત સમીપ હોવા છતાં, તે રહે છે તો વિજ્ઞાનમયકોશ જ, પરંતુ પેલાં સાન્નિધ્યને કારણે, તે ‘પરમાત્મા' હોય એવી ભ્રમણા ઊભી કરે છે, - ઉપલક ષ્ટિએ જોનારનાં મનમાં, અને ખુદ આ કોશનાં મનમાં, એટલે કે જીવાત્માની ભીતર !
વળી, પરમાત્માની ખૂબ જ નજીક હોવાથી, તેની સર્વ ક્રિયાઓમાં એક વિવેકચૂડામણિ | ૩૬૧