________________
અનુવાદ : હે મંદબુદ્ધિવાળા ! ચામડી-માંસ-મેદ-હાડકાં-વિષ્ઠાના ઢગલા જેવા આ સ્થૂલ દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કર, અને સર્વમાં આત્મારૂપે રહેલા નિર્વિકલ્પ બ્રહ્મમાં (આત્મબુદ્ધિ) કર, (આમ કરીને, પરિણામે) તું પરમ શાંતિ પામ ! (૧૬૩)
ટિપ્પણ : આમ તો, શબ્દાર્થ-વિભાગમાં, શબ્દોના અર્થની સવિસ્તર સમજૂતી ઉપરાંત, આ શ્લોકનાં તાત્પર્ય વિશે પણ, જેટલું જરૂરી છે, તે સઘળું નિરૂપી દેવામાં આવ્યું છે. તેમ છતાં, આટલી બાબતો આપણે લક્ષમાં રાખીએ :
એક તો એ કે મોક્ષાર્થી સાધકને ‘મૂઢબુદ્ધિ રહેવાનું પોસાય નહીં. તેણે જો મોક્ષપ્રાપ્તિરૂપી પોતાનાં જીવનધ્યેયને સંપન્ન કરવું હોય તો, પોતાની બુદ્ધિને, વિચારશક્તિને સક્રિય-સતેજ-સાવધ કરવી જ રહી. એ વિના પોતે સ્વીકારેલી જીવનયાત્રામાં એ સફળ થઈ શકે નહીં.
બીજું, મોક્ષપ્રાપ્તિ એટલે જ પરમ શાંતિ - એ સત્ય અને શાશ્વત હકીકતને તેણે સમયસર સમજીને હંમેશાં સ્મરણમાં રાખવાની છે.
અને ત્રીજી તથા છેલ્લી અને સહુથી મહત્ત્વની વાત એ છે કે જે બ્રહ્મમાં તેણે આત્મબુદ્ધિ કરવાની છે, તેનું મૂળભૂત સાચું સ્વરૂપ તેણે આત્મસાત્ કરી લેવાનું છે કે તે (બ્રહ્મ) સર્વમાં આત્મારૂપે રહેલું છે અને અન્ય કોઈ પણ વર્ણન કે વિકલ્પથી તે પર છે, નિર્વિકલ્પ છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૩)
૧૬૪
देहेन्द्रियादावसति भ्रमोदितां
विद्वानहंतां न जहाति यावत् । तावन्न तस्यास्ति विमुक्तिवार्ता
-પ્યત્વેષ લેવાન્તનયાન્તવર્ણી | ૬૪ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
દેહેન્દ્રિયાદાવસતિ ભ્રમોદિતાં
વિદ્વાનહંતાં ન જહાતિ યાવત્ । તાવન્ન તસ્યાસ્તિ વિમુક્તિવાર્તા
-ઘ્યત્વેષ વેદાન્તનયાન્તદર્શી || ૧૬૪ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : વિજ્ઞાન્ યાવત્ અસત્તિ વેઠેન્દ્રિયાની પ્રમાવિતાં અહંતાં न जहाति, तावत् तस्य विदुषः विमुक्ति-वार्ता न अस्ति, एषः तु वेदान्त-नयઅન્તર્શી પિ અસ્તુ (નામ) | ૧૬૪ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : તાવત્ તસ્ય (વિદુષ:) વિમુòિવાર્તા ન અસ્તિ / વાર્તા એટલે વાત, સવાલ, વિષય, મુદ્દો. ત્યાં સુધી તે(વિદ્વાન)ની મુક્તિની વાત વિવેકચૂડામણિ / ૩૧૭