________________
હવે, અહીંથી, ક્રમ અનુસાર આવતા, બીજા કોશ, - પ્રાણમય, - કોશનું સ્વરૂપ સમજાવવાનું તેઓશ્રી શરૂ કરે છે.
:
મુખ્ય વાક્ય છે ઃ મયં પ્રાણ: તુ પ્રાળમય: જોશઃ મવેત્ । આ પ્રાણ જ પ્રાણમય કોશ થાય છે. એની સાથે બીજાં કોણ હોય છે ? તે પ્રાણ કેવો હોય છે ? એનું વિશેષણ, આ પ્રમાણે છે : પંચમિ: મહૈિં અંવિતઃ । અંન્વિતઃ એટલે સહિત, accompanied by, along with. પ્રાણમય કોશ થાય છે, તે એકલો નહીં, પરંતુ વાણી, હાથ, પગ, ગુદા અને શિશ્ન, એ પાંચ કર્મેન્દ્રિયોની સાથે, એ આખા સમૂહને પ્રાણમય કોશ કહેવામાં આવે છે. બીજું વાક્ય છે. અન્નમય: (જોશ:) સાયિાસુ પ્રવર્તતે । અન્નમય કોશ સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. શાના વડે એ પ્રવૃત્ત થાય છે ? યેના આત્મવાન્ અસૌ અન્નપૂર્ણ: । આ અન્નમય કોશ કેવો છે ? જેનાથી, એટલે કે પ્રાણમય કોશના સાથ-સહકાર-સથવારા વડે, તે આત્મવાન થઈને, ચેતનવંતો બનીને, અન્નથી ભરપૂર બની જાય છે. અન્નમય કોશ પોતાની બધી ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ શકતો હોય તો, એનો બધો યશ પ્રાણમય કોશના ફાળે જાય છે, કારણ કે તેની સહાય વિના તે ચૈતન્યપૂર્ણચેતનવંતો-આત્મવાન્-સ્ફુર્તિસભર ન બની શક્યો હોત. (૧૬૭)
અનુવાદ : પાંચ કર્મેન્દ્રિયો સહિત આ પ્રાણ પોતે જ પ્રાણમય કોશ થાય છે, જેનાથી આત્મવાન થઈને અન્નથી ભરેલો આ અન્નમય કોશ (પોતાની) સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. (૧૬૭)
ટિપ્પણ ઃ પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન અને અપાન, - એ પાંચ પ્રાણ, પેલી પાંચ કર્મેન્દ્રિયો સાથે જોડાય છે (અંષિતઃ) ત્યારે, પ્રાણ પોતે જ પ્રાણમય કોશ, એવી સંજ્ઞા પ્રાપ્ત કરે છે.
આ જોડાણ(Association)નાં અનુસંધાનમાં આટલી બાબતો સમજી લેવાની રહે છે : એક તો, એ કે સ્થૂળ શરીર તો જડ અને ક્રિયાશૂન્ય છે. ઉપર્યુક્ત પેલાં જોડાણનાં પરિણામે, - એટલે કે પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણનાં પરસ્પર સહભાવનાં પરિણામે, - શરીર પોતાને કરવાનાં સર્વ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે, સક્રિય થાય છે, ગતિશીલ બને છે. બીજું, સ્થૂળ દેહ જે કાંઈ અન્ન આરોગે છે, ખાય છે, તેને શરીરનાં સર્વ જૂદાં જૂદાં અવયવોમાં પહોંચાડીને તેનું પાચન કરવામાં પણ આ પ્રાણમય કોશ, પ્રાણ-અપાન વગેરે પાંચ જુદા જુદા પ્રાણની મદદથી, મદદરૂપ બને છે. અને ત્રીજું, પાચન પછી, મળત્યાગ કરવાની જે વિશિષ્ટ ક્રિયા છે, તેમાં પણ પ્રાણમય કૌશ અપાન વડે શરીરને સહાયભૂત થાય છે. ટૂંકમાં, પ્રાણમય કોશનું સૌપ્રથમ કામ, જડ અને ક્રિયાશૂન્ય એવાં સ્થૂળ શરીરને ચેતનવંતું, સક્રિય અને પ્રવૃત્તિમય બનાવવાનું છે. (૧૬૭)
શ્લોકનો છંદ : ઇન્દ્રવજા (૧૬૭) વિવેકચૂડામણિ / ૩૨૩
-