________________
વિજ્ઞાનમય કોશ છે, કેવી બુદ્ધિ ? બુદ્ધિ-ન્દ્રિય: સાર્ધમ્ । સા એટલે સાથે, સહિત, બુદ્ધિ-ન્દ્રિયૈઃ એટલે આંખ-કાન-નાક વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયોસહિત બુદ્ધિ વિજ્ઞાનમય છે. વૃત્તિ: એટલે અહંકાર વગેરે અનેક વિવિધ વૃત્તિઓ. જ્ઞાનેન્દ્રિયોની જેમ, આવી વૃત્તિઓ સહિત બુદ્ધિ વિજ્ઞાનમય કોશ છે. તક્ષા ર્તાપણાંનાં લક્ષણવાળો, ‘હું કર્તા છું,’ - એવાં લક્ષણવાળો ‘વિજ્ઞાનમય’ કોશ’, – પુંસ સંસારારનું સ્થાત્ । પુરુષ એટલે કે જીવાત્મા માટે સંસારકારણ બને. (૧૮૬)
અનુવાદ : જ્ઞાનેન્દ્રિયો અને (અહંકારાદિ) વૃત્તિઓ સહિત બુદ્ધિ ‘વિજ્ઞાનમય’ કોશ છે : કર્તાપણાંના સ્વભાવવાળો તે, જીવાત્મા માટે સંસારનું કારણ બની રહે.(૧૮૬)
ટિપ્પણ : અહીંથી હવે ચોથા કોશ, - વિજ્ઞાનમય કોશ,-નું નિરૂપણ શરૂ થાય છે. મનોમયકોશમાં જેમ મન કેન્દ્રસ્થાને હતું તેમ, આ વિજ્ઞાનમય કોશમાં બુદ્ધિ કેન્દ્રસ્થાને છે. જીવાત્મા માટે બુદ્ધિ એક સચિવ-અમાત્ય-રહસ્યમંત્રી(Private secretary)નું કામ કરે છે. એની જ સહાયક શક્તિઓ વડે જ્ઞાનેન્દ્રિયો બહાર વ્યક્ત થઈને, પ્રગટ થઈને, પોતપોતાનાં કાર્યક્ષેત્રમાં સક્રિય બને છે. સામે રહેલા ઘડાને જોઈને અયં થઃ અસ્તિ । (‘આ ઘડો છે') એવી અનુભૂતિ આંખને થાય છે. આવી જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધિમાં જ્યારે અહંભાવ-મમભાવ જેવી કર્તૃત્વભોત્વ જેવી વૃત્તિ ભળે ત્યારે, આ સર્વનું જોડાણ, સાધક માટે વિજ્ઞાનમય કોશ બને છે.
બુદ્ધિનો મૂળભૂત નિશ્ચયાત્મક ભાવ (અથવા નિર્ણયાત્મક ભાવ), કર્તાપણાંનાં અભિમાનવાળી સર્વ વૃત્તિઓ, અને જીવાત્માને વિવિધ જ્ઞાનની અનુભૂતિ કરાવતી પાંચ જ્ઞાનેન્દ્રિયો, આ બધાંનું સંયોજન, એ જ વિજ્ઞાનમય કોશ. બુદ્ધિ શુદ્ધ અને સાત્ત્વિક હોય તો તો સારું, પરંતુ એવું ભાગ્યે જ બને છે, એટલે, રાજસી-તામસી બુદ્ધિના પ્રતિનિધિ સમો આ વિજ્ઞાનમય કોશ સાધક માટે સંસારનું કારણ બની રહે, તે સ્વાભાવિક છે.
1
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૮૬) ૧૮૭
अनुव्रजच्चित्प्रतिबिम्बक्ति
- विज्ञानसंज्ञः प्रकृतेर्विकारः । ज्ञानक्रियावानहमित्यजस्त्रं
देहेन्द्रियादिष्वभिमन्यते भृशम् ॥ १८७ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
અનુવ્રજચ્ચિત્પ્રતિબિમ્બશક્તિ-વિજ્ઞાનસંજ્ઞઃ પ્રકૃતર્વિકારઃ । જ્ઞાનક્રિયાવાનહમિત્યજસં
દેહેન્ડ્રિયાદિષ્ણભિમન્યતે ભૃશમ્ ॥ ૧૮૭ I
વિવેકચૂડામણિ / ૩૫૫