________________
અનેક વાસનારૂપી બળતણો વડે આ અગ્નિ સતત પ્રજ્વલિત રહે છે. (૧૭)
અનુવાદ : પાંચ જ્ઞાનેન્દ્રિયો-રૂપી પાંચ હોતાઓ વડે જ શબ્દાદિ વિષયોરૂપી ઘીની ધારાઓથી સળગતો અને બહુ પ્રકારની વાસનારૂપી બળતણો વડે પ્રજ્વલિત થતો, મનોમય (કોશ) રૂપી આ અગ્નિ સંસારને દઝાડે છે. (૧૭
ટિપ્પણ : મનોમય કોશનું મુખ્ય કામ એટલે સંસારને બાળવો, દઝાડવો, સંતાપવો, દુઃખી કરવો. સંસાર અને સંસારી માણસો જો સતત દુઃખી રહ્યા કરતા હોય તો, આ મનોમય-કોશનાં કારણે. •
આ શ્લોકમાં એક સંપૂર્ણ રૂપક (Metaphor) પ્રયોજવામાં આવ્યું છે. સંસારને બાળી રહેલો આ મનોમય-કોશ જો યજ્ઞનો) અગ્નિ હોય તો, આ રૂપકને સંપૂર્ણ કરતાં, - એનાં બીજાં અંગો ક્યાં ક્યાં છે? આ પ્રમાણે : આંખ-કાન-નાક વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો એ જ હોતાઓ, અગ્નિમાં સતત નાખવામાં આવતું ઘી એટલે શબ્દ-સ્પર્શ-ગંધ વગેરે વિષયો, અને આ અગ્નિને પ્રજ્વલિત રાખવા માટેનાં બળતણો એટલે મનુષ્યને પીડતી અનેક પ્રકારની વાસનાઓ. પરંતુ આ તો એક આલંકારિક, કાવ્યાત્મક વર્ણન થયું. અર્થાલંકાર એવાં રૂપકમાંથી સીધો સાદો, સામાન્યજનસુલભ અને સરળ-સુગમ જે અર્થ ગ્રંથકારને અભિપ્રેત છે તે આ છે : આંખ-કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો, શબ્દાદિ વિષયો અને અનેક પ્રકારની વાસનાઓ, આ બધાં ભેગાં મળીને, સંસારી-જનને, સતત, સંતાપતાં રહે છે, તેને અસ્વસ્થ કરતાં રહે છે, કામ-ક્રોધ-લોભ વગેરે અનેક અગ્નિઓ તેને બાળતા-દઝાડતા રહે છે, તેના મનમાં અજંપો અને ઉગ પેદા કરતા રહે છે.
આવા અગ્નિના અસહ્ય અને અવિરત તાપ-સંતાપથી બચવું હોય તો, એનો એક જ ઉપાય : આવા મનોમય કોશથી, આઘા-અળગા-વેગળા રહેવું, - એને દૂરથી જ “નવ-ગજના નમસ્કાર કરવા !
અને આ કોશનું આવું બધું કાર્યક્ષેત્ર ભીતરી હોવાથી, આ કોશ સવિશેષ સૂક્ષ્મ છે, એ સ્પષ્ટ છે.
આમ તો, સહુ સમજે છે તેમ, “વિવેકચૂડામણિ એટલે વેદાન્તદર્શનના પાયાના સિદ્ધાંતોની સમજણ માટેનો માર્ગદર્શક ગ્રંથ : પરંતુ એના લેખક, આદ્ય શ્રીશંકરાચાર્ય, ઉત્તમ કક્ષાના તત્ત્વચિંતક (Philosopher) ઉપરાંત, એવા જ મોટા ગજાના સંનિષ્ઠ કવિ (Poet) પણ છે, - એ હકીકતને સ્વયં તેઓશ્રી પણ પોતાનાથી કેવી રીતે અળગી રાખી શકે !
આ શ્લોકમાં પ્રયોજાયેલા “રૂપક-અલંકારમાં, “તત્ત્વજ્ઞાની'માં રહેલો “કવિ' આબાદ અને અનાયાસ પ્રગટી રહે છે : અંગ્રેજીમાં જેને The poet in him. કહેવામાં આવે છે, એનું આ તાદશ દષ્ટાંત છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૦)
૩૨૮ | વિવેકચૂડામણિ