________________
લીલા છે, સૃષ્ટિ છે, - પ્રપંચ છે. (૧૨)
અનુવાદ : જેમાં કશું ખરેખર હોતું નથી એવી સ્વપ્ર-અવસ્થામાં મન જ ભોકતા(ભોગ્ય વગેરે)રૂપી વિશ્વને,પોતાની શક્તિ વડે, સર્જે છે. જાગ્રત-અવસ્થામાં પણ, તે જ પ્રમાણે, કશી વિશેષતા હોતી નથી, એ બધું એવું જ થાય છે. (હકીકતમાં), આ બધી મનની જ લીલા છે. (૧૭૨) • ટિપ્પણ: મન એટલે અવિદ્યાનો પર્યાય (synonym), અને તેને કારણે જ, સાધક માટે, સંસાર-રૂપી બંધન સર્જાય છે. મનનું અસ્તિત્વ એટલે સકળ સંસારનું અસ્તિત્વ, મનનો નાશ એટલે સકળ સંસારનો નાશ – એવું એક ગાણિતિક સમીકરણ (Equation) ગયા શ્લોકમાં નિરૂપ્યા પછી, આ શ્લોકમાં, એ જ નિરૂપણનાં દઢીકરણ (Corroboration) માટે, સ્વપ્ર અને જાગ્રત, - એ બંને અવસ્થાઓમાં મનની રમણાનું એક શબ્દ-ચિત્ર આપવામાં આવ્યું છે : સ્વપ્ર-અવસ્થામાં માણસે જે કંઈ જોયું હોય, એ સાચા પદાર્થો રહિત તદન અસત્ય છે, મિથ્યા છે, “જોયું છે', એવું ખરેખર કશું હોતું નથી, - એવું ભાન, જાગ્યા પછી તરત જ, તેને થાય છે. તો પછી, સ્વમની એ બધી સૃષ્ટિ રચી કોણે? સ્વપ્રમાં ભિખારી રાજા બને છે, અને રાજા ભિખારી બને છે, પરંતુ વસ્તુતઃ આવું કશું જ નથી. તો પણ, આવું, - સાચેસાચ ન હોય એવું, – ભોક્તા-ભોગ્ય વગેરેનું વિશ્વ દેખાય છે શા કારણે ? જવાબ છે, – મન જ પોતાની આભાસ-સર્જનની શક્તિ વડે આવી સર્વ રચનાઓ કર્યા કરે છે. અને જેમ સ્વપ્ર-અવસ્થામાં પણ, તેમ જ, તેવી જ રીતે, જાગ્રત અવસ્થામાં, ઉચ્ચ આધ્યાત્મિક-દાર્શનિક દૃષ્ટિએ, જે ખરેખર નથી, જે મિથ્યા છે એવું આ જગત સત્ય ભાસે છે, (યાદ કરો : બ્રહ્મ સત્યે ગત મિથ્યા છે. અહીં પણ આચાર્યશ્રીનું અનુરોધપૂર્ણ પ્રતિપાદન છે કે જાગ્રત-અવસ્થામાં પણ કશી વિશેષતા નથી. સ્વપ્રાવસ્થામાં જેમ, જે ખરેખર ન્હોતું “તે બધું,” “છે' એમ દેખાતું હતું, એ જ રીતે, જે તત્ત્વતઃ “મિથ્યા' છે એ જગત “સંત” છે, એમ જાગ્રત-અવસ્થામાં પણ જણાય છે, તે પણ, કેવળ, આ મનનું જ પ્રક્ષેપણ (Projection) છે. મન વડે, એની પેલી લાક્ષણિક શક્તિ મારફત રચવામાં આવેલા ખેલનો રંગમંચ છે, રંગમંડપ છે આ જગત, અને સુષુપ્તિ અવસ્થામાં તો કશું હોતું જ નથી, એ દૃષ્ટિએ આ વિશ્વપ્રપંચનો વિચાર કરીએ તો, એ સિદ્ધ થાય છે કે સંસાર મનોમય છે, મનની કલ્પના છે, લીલા-માત્ર છે, તનાવ વત્ય.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૨)
૧૭૩. सुषुप्तिकाले मनसि प्रलीने
__नैवास्ति किंचित् सकलप्रसिद्धेः । अतो मनःकल्पित एव पुंसः संसार एतस्य न वस्तुतोऽस्ति ॥ १७३ ॥
૩૩૨ | વિવેકચૂડામણિ