________________
શરીરો આપણાં નથી, એ વાત આપણે સમજીએ છીએ અને સ્વીકારીએ છીએ, તેથી તેના પ્રત્યે, એ શરીરો ‘આપણાં છે’ એવી આત્મબુદ્ધિ કદી આપણને પણ થતી નથી. હકીકતમાં, આવી હકીકત કોઈને સમજાવવાની પણ જરૂર રહેતી નથી. શા માટે? કારણ કે સહુને ખાતરી છે કે એ શરીરો ‘સાચાં' નથી, આપણાં શરીરનાં એ બધાં માત્ર પડછાયા-પ્રતિબિંબ-કલ્પના વગેરે જ છે.
પરંતુ જાગ્રત-અવસ્થામાં, નિત્ય અનુભવાતું આપણું આ જીવતું-જાગતું શરીર તો ‘મારું છે', ‘તે હું જ છું' - એવી આત્મબુદ્ધિ, સામાન્ય રીતે, આપણને સહુને સ્થૂલ શરીર વિશે થાય છે, અને સહુ સંસારી મનુષ્યોને આવો મમ-ભાવ થાય, તે સ્વાભાવિક પણ છે.
પરંતુ આ ગ્રંથમાંનું સઘળું નિરૂપણ, આવા કોઈ સામાન્ય સંસારી જીવને અનુલક્ષીને કરવામાં આવ્યું નથી. ગ્રંથકર્તા અને ગુરુજી બંનેનું લક્ષ્ય (Target) અહીં મોક્ષાર્થી એવો સાધક છે, એટલે જ તે બંનેએ, શિષ્યભાવે તેમની સમક્ષ આવેલા તે સાધકને જ સીધું સંબોધન કરતાં, ઉપર્યુક્ત સામાન્ય સંસારીજનની જેમ, પોતાનાં ‘જીવ-શરીર’ પ્રત્યે એવો જ અભિગમ ન રાખવાની તાકીદ કરી છે. આમ તો, હકીકતમાં, આ ‘જીવ-શરીર’ પ્રત્યે પણ, આત્મબુદ્ધિ રાખવાની બાબતમાં પણ પેલાં છાયા-પડછાયા-કાલ્પનિક શરીરોની જેમ, એના જેવું જ વલણ અપનાવવા માટે, સીધો જ અનુરોધ કર્યો છે. આવાં ત્રણેય પ્રકારનાં શરીરો વચ્ચે, મોક્ષાર્થી સાધકને કશો જ તફાવત જણાવો ન જોઈએ : જેવાં મિથ્યા અને આભાસી પેલાં શરીરો, તેવું જ મિથ્યા અને આભાસી જાગ્રત-અવસ્થામાં અનુભવાતું આ શરીર પણ છે, એમ તેણે હંમેશ માટે, Once for all, સમજી લેવું જોઈએ.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૫)
૧૬૬
देहात्मधरेव नृणामसद्धियां जन्मादिदुःखप्रभवस्य बीजम् । यतस्ततस्त्वं जहि त्वां प्रयत्नात्
त्यक्ते तु चित्ते न पुनर्भवाशा ॥ १६६ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
દેહાત્મધીરેવ નૃણામસદ્ધિયાં જન્માદિદુઃખપ્રભવસ્ય બીજમ્ ।
યતસ્તતરૂં જહિ તાં પ્રયત્નાત્
ત્યક્તે તુ ચિત્તે ન પુનર્ભવાશા ॥ ૧૬૬ ] શ્લોકનો ગદ્ય અન્વય : તઃ લેહાત્મધી: વ અસત્–ધિયાં નૃળાં બન્મા-િ
૩: પ્રમનસ્ય વીનં (મસ્તિ), તત: (તસ્માત્) તાં (લેહાત્મઽક્રિ) ત્યું નહિ, ચત્ત ૩૨૦ | વિવેકચૂડામણિ