________________
એ મહાબંધન કેવું છે? સુકુત્ત્વજ્ઞાન્ - જેનો ત્યાગ ખૂબ જ કઠિન છે એવું(બંધન); આવાં “સુદુર્યજ' અને મહાબંધનથી જે મુક્ત રહી શક્યો - : વિમુp: - એના વિશે શું કહેવાનું છે ? એટલું જ કે સ: ઇવ મુત્યે તે, - માત્ર તે એક જ મોક્ષ માટે યોગ્ય થાય છે, મુક્તિ માટેની પાત્રતા, એની એકનીજ નિશ્ચિત બને છે : શાસ્ત્રી - એટલે છયે છ શાસ્ત્રો, છ યે છ દર્શનોનો વિદ્વાન, જાણકાર; ને અન્ય બીજો કોઈ પણ(પ); મુવર્ય ન હન્યતે | મોક્ષ માટે યોગ્ય કરતો નથી. (૮૦)
અનુવાદ – ત્યજવાં કપરાં એવાં વિષયોની આશાનાં બંધનથી જે મુક્ત રહી શક્યો, તે (એક)જ મુક્તિ મેળવવા શકય બને છે; અન્ય કોઈ નહીં, ભલે ને છ યે શાસ્ત્રોમાં પારંગત હોય તો પણ નહીં ! (૮૦). - ટિપ્પણ :- મોક્ષપ્રાપ્તિ માટેની પાત્રતા કોની ? એ સવાલનો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે :
આ પહેલાંના થોડા શ્લોકોમાં, “શબ્દ” વગેરે વિષયવાસનાઓની વિનાશકતાતીવ્રતાનું પૂરું વર્ણન કરવામાં આવ્યું છે.
વિષયોની “આશા' - અપેક્ષાને જ અહીં એક મહાપાશ, મહાબંધન તરીકે નિરૂપવામાં આવ્યું છે. “પાશ” એટલે રાંઢવાં જેવું મજબૂત દોરડું; આવાં દોરડાંથી જેને બાંધવામાં આવ્યો હોય, તે તેમાંથી કદી પણ છૂટી ન શકે, એટલે બહેતર તો એ જ છે કે એવાં બંધનથી, એવા પાશથી બંધાવું જ નહીં ! બસ, જે સાધક આવા મહા-પાશથી મુક્ત રહી શક્યો, જે એમાં બંધાયો જ નહીં, તે એક જ, મોક્ષપ્રાપ્તિ માટે લાયક ! બીજું કોઈ જ નહીં. - આચાર્યશ્રી ભારપૂર્વક કહે છે કે આ બાબતમાં કશી વિદ્વત્તા કે કશાં પાંડિત્યની હેસિયત જ નથી : સાંખ્ય, યોગ વગેરે છયે “દર્શનો”માંની પારંગતતા પણ આમાં ઉપયોગી ન બને માત્ર એક જ લાયકાત-Qualification જરૂરી છે, – મોક્ષની પ્રાપ્તિ માટે, અને તે એ કે “સુદુસ્વજ" એવાં, વિષયોની આશાનાં મહાબંધનોથી જે છુટ્ટો રહી શકે તે !
આમ, જે છુટ્ટો રહી શક્યો, તે જ સાચા અર્થમાં “મુક્ત': એ જ સાચી “મુક્તિ”, અને એ જ સાચો “મોક્ષ”.
| શ્લોકનો છંદ : અનુરુપ (૮૦)
( ૮૧ आपातवैराग्यवतो मुमुक्षून्
भवाब्धिपारं प्रतियातुमुद्यतान् । आशाग्रहो मज्जयतेऽन्तराले विगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ॥ ८१ ॥
વિવેકચૂડામણિ / ૧૬૩