________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
ત્વમાંસરુધિરસ્નાયુમેદોમાસ્થિસંકુલમ્ ।
પૂર્ણ મૂત્રપુરીષાભ્યાં સ્થૂલં નિદ્ઘમિદં વપુઃ ॥ ૮૯ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ— વક્-માંસ-ધિર-સ્નાયુ-મેલ:-મખ્ખા-અસ્થિ-સંત मूत्रपुरीषाभ्यां पूर्णं इदं स्थूलं वपुः निन्द्यं (अस्ति ) ॥ ८९ ॥
શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે ઃ ફ્ક્ત સ્થૂતં વપુઃ નિન્હેં (અસ્તિ) । આ સ્થૂલ શરીર(વપુઃ) નિન્દ છે, નિન્દાને પાત્ર છે, વખોડવા-વગોવવા જેવું છે. આ શરીર કેવું છે ? આ માટે બે વિશેષણો આપવામાં આવ્યાં છે : ત્વ-માંસ-રુધિર-સાયુમેલઃ-મખ્ખા-અસ્થિ-સંત અને મૂત્રપુરીષામ્યાં પૂર્ણમ્. પહેલું તો એ કે આ સ્થૂલ શરીર આટલા પદાર્થોનો બનેલો સમૂહ છે, એ બધાનું માળખું છે(સંજુાં) : ત્વચાચામડી (હ્રદ્), માંસ, લોહી(રુધિર), સ્નાયુ, મેદ(ચરબી, Fat ), મજ્જા (હાડકાં અને માંસ વચ્ચેનો રસ, Marrow, pith), અને હાડકાં(અસ્થિ). અને બીજું એ કે આ સ્થૂલ શરીર મળ અને મૂત્રથી ભરેલું છે. (૮૯)
અનુવાદ :– ચામડી, માંસ, લોહી, સ્નાયુ, મેદ, મજ્જા અને હાડકાંના સમૂહરૂપ અને મળ-મૂત્રથી ભરેલું આ સ્થૂલ શરીર નિંદાને પાત્ર છે. (૮૯)
ટિપ્પણ :– આ પહેલાં, અનર્થનાં મૂળ જેવા મોહનાં નિન્દરૂપનું પ્રતિપાદન, બે શ્લોકોમાં કરવામાં આવ્યું. એ મોહને ‘મહામૃત્યુ' તરીકે વર્ણવવામાં આવ્યો.
પરંતુ એ મોહનું મૂળ તો આ સ્થૂલ શરીર પ્રત્યેની મનુષ્યની આસક્તિ છે, એટલે હવે આ સ્થૂલ શરીર શા માટે નિાપાત્ર છે, એની વીગતો, પાંચ શ્લોકોમાં વિસ્તારવામાં આવી છે.
એક વાત બરાબર સમજી લેવાની છે કે આચાર્યશ્રી જેવા જ્ઞાનીઓ અને તત્ત્વચિંતકોને સ્થૂલ શરીર પ્રત્યે કશા તિરસ્કાર-દ્વેષ-નફરત કે પૂર્વગ્રહ નથી, આવા આ શરીરનું મૂલ્ય પણ તેઓ સમજે જ છે. સુદીર્ઘ અને સ્વાસ્થ્યપૂર્ણ આયુષ્ય પામવા માટે આ શરીર આવશ્યક છે અને પોતાને સોંપાયેલી ફરજો(ધર્મ)ને સુયોગ્યરીતે પરિપૂર્ણ કરવા માટે પણ, આ શરીર જ સૌપ્રથમ (ગદ્ય) અને શ્રેષ્ઠ સાધન છે : શરીરમાદ્યં હતું ધર્મસાધનમ્ । (“કુમારસંભવ” ૫. ૩૩). અનેક પ્રકારના રોગોનો ભોગ બનેલ, અને ખાટલે પડેલો માણસ, આવાં શરીરે, પોતાની કશી જ ફરજો બજાવી શકે નહીં, એ દેખીતું છે; એટલે ઇશ્વરની અમૂલ્ય ભેટ સમાં જીવનના આધારરૂપે આ સ્થૂલ શરીરનું અવમૂલ્યન કરવાનો પણ કશો ઉદ્દેશ નથી. તો પછી આવાં ઉપયોગી શરીરની નિંદા શા માટે ?
-
આ સવાલ અને એને પૂછવા પાછળનું કારણ, - બંને સાચાં છે. પરંતુ આ શરીરની મર્યાદા પણ સમજી લેવી જોઈએ ઃ આવું આ શરીર પણ, અંતે તો, માત્ર એક ‘સાધન' જ છે, ઉપર્યુક્ત અવતરણમાં પણ એને “સાધન” જ કહેવામાં આવ્યું છે. જીવનનું સાધ્ય એ નથી, સાધ્ય બનવા માટે એની કશી ક્ષમતા પણ નથી. વેદાંત-વિદ્યાના સહુ જાણકારો તો એકીઅવાજે (Unanimously) કહે જ છે કે મનુષ્યનું વિવેકચૂડામણિ / ૧૭૭
ફર્મા - ૧૨