________________
એવા અપાર સંસારસાગરમાં તે ગળકાં ખાવા માંડ્યો અને પછી તો એની ગતિ એટલી બધી હીન થઈ ગઈ કે હવે તો એના માટે એક જ પરિણામ, દુષ્પરિણામ, બાકી રહ્યું, ડૂબી મરવાનું !
સૂર્યવંશના રાજા ભગીરથની તપશ્ચર્યાથી પ્રસન્ન અને પ્રભાવિત થઈ ગયેલી, સ્વર્ગમાંની મંદાકિની-નદીનાં અધઃપતનની પૌરાણિક કથાનું, અહીં, સ્મરણ થઈ આવે છે : વિષ્ણુનાં દિવ્ય ચરણોમાંથી પ્રગટેલી આ મંદાકિની, સૌપ્રથમ, સ્વર્ગમાંથી ભગવાન શિવનાં મસ્તક પર પડી, ત્યાંથી તે હિમાલય પર્વત પર પડી, ત્યાંથી તે ‘ભાગીરથી’ બનીને પૃથ્વી પર પડી, પૃથ્વી પરથી શતમુખે સમુદ્રમાં પડ્યા પછી અંતે તે ‘ભોગાવતી’ બનીને છેક નીચે પાતાળમાં પટકાય છે !
સ્વર્ગમાંથી, પૃથ્વી પર અને પૃથ્વી પરથી પાતાળમાં !
રાજર્ષિ કવિ ભર્તૃહરિએ પોતાનાં ‘નીતિશતક’-સ્તોત્રગ્રંથમાં, ગંગાનાં આ ક્રમિક અધઃપતનનું વિશદ વર્ણન કરીને, અંતે, તેની, તેમણે આ આ પ્રકારની દયા ખાધી છે (Pitied) કે જે કોઈ એક વાર વિવેકભ્રષ્ટ થાય છે, તેનો વિનિપાત તો આવો ‘શતમુખ' જ હોય છે !
विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ॥ १० ॥
મોક્ષપ્રાપ્તિના માર્ગે નીકળેલા, પરંતુ અધવચ્ચે જ, વિવેકભ્રષ્ટ થયેલા મુમુક્ષુ સાધકનો, અહીં, વર્ણવવામાં આવેલો વિનિપાત પણ જેટલો કમનસીબ અને કરુણ છે, એટલો જ કવિત્વપૂર્ણ (Poetic) પણ બની રહ્યો છે !
શ્લોકનો છંદ : શિખરિણી (૧૪૩)
૧૪૪
भानुप्रभासाज्जनिताभ्रपंक्ति
र्भानुं तिरोधाय विजृम्भते यथा ।
आत्मोदिताहंकृतिरात्मतत्त्वं
तथा तिरोधाय विजृम्भते स्वयम् ॥ १४४ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :ભાનુપ્રભાસાનિતાભપંક્તિ
-ર્માનું તિરોધાય વિજ્રતે યથા ।
આત્મોદિતાહંકૃતિરાત્મતત્ત્વ
તથા તિરોધાય વિજ્રમ્ભતે સ્વયમ્ ॥ ૧૪૪ ॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ– भानुप्रभासात् जनिता अभ्रपंक्तिः यथा भानुं तिरोधाय विजृम्भते, तथा (एव) आत्मा - उदित - अहंकृतिः आत्मतत्त्वं तिरोधाय સ્વયં વિષ્ણુમ્મતે ॥ ૨૪૪ ||
વિવેકચૂડામણિ | ૨૮૧