________________
છે? સંવૃતઃ (પ્તિ) | ઢંકાયેલો છે, ઢંકાઈ ગયો છે. શાના વડે તે ઢંકાઈ ગયો છે ? પંખઃ સોશૈઃ પાંચ કોશો વડે. એ પાંચ કોશો ક્યા છે ? અન્નમયા; અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનન્દમય વગેરે પાંચ કોશો વડે. એ કોશો કેવા છે ? નિવસિત્પનૈ: | નિન એટલી પોતાની આત્માની. પોતાની જ શક્તિ વડે, આત્માની, પોતાની અવિદ્યારૂપી શક્તિ વડે, અવિદ્યાનાં કારણે એ પાંચકાશો આત્મામાંથી જ પ્રગટ થયેલા છે. કોની જેમ, કોના વડે, આ આત્મા ઢંકાય છે? ઢંકાઈ જાય છે ? વાપર્શ મનુ રૂવ | વાપી એટલે કૂવો, વાવ, નવું એટલે પાણી, વાવનાં પાણીની જેમ. આ પાણી શાના વડે ઢંકાઈ જાય છે? શૈવાત તૈઃ ૐવાત એટલે શેવાળ, લીલ. પટૌંદ પડ, શેવાળનાં બાઝેલાં પડો વડે. વાવનું પાણી, જેમ તેના પર લાગતા શેવાળનાં પડો વડે ઢંકાઈ જાય છે તેમ, આત્મા પાંચ કોશો વડે ઢંકાઈ જાય છે, અને તેનાં પરિણામે તે, જોનારની નજરે પડતો નથી. (૧૫૧). - અનુવાદ: પોતાની શક્તિમાંથી ઉત્પન્ન થયેલા અન્નમય વગેરે પાંચ કોશો વડે ઢંકાઈ ગયો હોવાથી, (આ) આત્મા, શેવાળનાં પડો વડે ઢંકાઈ ગયેલાં વાવનાં પાણીની જેમ, સ્પષ્ટપણે, દેખાતો નથી. (૧૫૧).
ટિપ્પણ: શું એટલે ઢાંકવું, આવૃત કરવું, To cover up, to hide, to coceal, to envelop, to enclose - એ ધાતુ પરથી બનેલો શબ્દ (નામ, Noun) વોશ એટલે આવરણ, ઢાંકણ, (તલવાર માટેનું) મ્યાન,- A sheath, A case, A vesture.
આત્માને ઢાંકી દેતા, આત્માને જોનારની નજરથી દૂર રાખતા, અન્નમય વગેરે પાંચ કોશોની ચર્ચા અહીંથી શરૂ થાય છે. હકીકતમાં, આત્માની પોતાની, અવિદ્યારૂપી શક્તિમાંથી જ આ કોશો ઉત્પન્ન થયેલા છે, અવિદ્યાને કારણે જ, આ કોશો આત્મામાંથી જ પ્રગટ થયેલા છે, અને આ કોશો જ આત્માને ઢાંકી દે છે ! આત્માને, એનાં સાચાં, મૂળ સ્વરૂપે પ્રગટ થવા દેતા નથી. કમનસીબી એ છે કે જેમાંથી તે કોશો ઉત્પન્ન થવા પામ્યા છે, એ આત્માનું સ્થાન જ આ કોશો લઈ લે છે, એના (આત્માના) સ્થાને જ આ કોશો બેસી જાય છે. પિતા(જનક)નાં સ્થાને પુત્ર બેસી જાય તેમ ! “ઉપકાર કરનાર પર “અપકાર' કરનારની જેમ આત્માનાં મૂળ સ્થાનને જ આ કોશો હડપ કરી જાય છે ! (Usurp, Ms-appropriate)
શેવાળ જન્મે છે, પાણીનાં કારણે, અને પછી એ શેવાળનાં પડો, પાણીને જ ઢાંકી દે છે, તેમ !
શ્લોકનો છંદ : ગીતિ (૧૫૧)
૧૫ર-૧૫૩ तच्छेवालापनये सम्यक् सलिलं प्रतीयते शुद्धम् । तृष्णासंतापहरं सद्यः सौख्यप्रदं परं पुंसः ॥ १५२ ॥
વિવેકચૂડામણિ | ૨૯૭