________________
મૃત્યુની પછી પણ, ન ત - હોતો નથી, રહેતો નથી, અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે આ દેહનું અસ્તિત્વ, એનું હોવાપણું, એની હયાતી, - (Existence, Life) જન્મથી મૃત્યુ સુધીના સમય સુધી જ મર્યાદિત છે. જન્મ પહેલાં તે હતો નહીં, અને મૃત્યુ પછી તે હશે નહીં. સ: રેહ ક્ષ નાતઃ ક્ષણમુખ: ૨ (પ્તિ) | તે ક્ષણમાં જન્મે છે અને ક્ષણિકગુણોવાળો છે. વળી, (સ: રેહા) 7.
: (પ તુ જરૂ૫: મસ્તિ) | તે એકરૂપ નહીં, પણ અનેકરૂપોના સમૂહરૂપે બનેલો છે. નિયત સ્વભાવ: (ા તિ) ! તે અનિયત, એટલે નિશ્ચિત નહી એવા અસ્થિર, અદઢ અથવા પરિવર્તનશીલ સ્વભાવવાળો છે. ટૂંકમાં, એનો સ્વભાવ સ્થિર નથી, એનું કશું સ્થાયિત્વ નથી, સમયે સમયે એમાં ફેરફારો થતા રહે એવો એનો સ્વભાવ છે. (સ:) નડ, પટવ પદ્યુમન: (૨ ગતિ) | વળી, તે ઘડાની માફક એક દશ્ય પદાર્થ છે અને તેથી તે જડ છે. ટૂંકમાં, તે “દૃશ્ય' (જેને જોઈ શકાય એવો, એટલે કે “જોવાનું કર્મ - oject, seen) છે, “દષ્ટ' (જોનાર, જોવાનો કર્તા - subject, seer) નથી. : મોવવિવIRવેરી (સ્તિ) | બાવવિશRIટ વગેરે “છ ભાવ-વિકારોનો જાણનાર છે, એટલે કે તે એ હકીકત જાણે છે કે તેને પોતાને માટે જન્મ-જરા-મૃત્યુ વગરે સ્કૂલ-શરીર-સહજ ભાવવિકારોનો ભોગ બનવાનું નિશ્ચિત છે. (દ્દશ: ઘૂહ) આવો આ સ્થૂલ દેહ પોતે, પોતાનો આત્મા કેમ હોઈ શકે? (૧૫૭)
અનુવાદ : આ (સ્થૂલ દેહ) જન્મની પહેલાં પણ અને મૃત્યુની પછી પણ રહેતો નથી, તે ક્ષણમાં જન્મે છે અને ક્ષણિક-ગુણોવાળો છે, એનો સ્વભાવ અસ્થિર છે, એક નહીં પરંતુ અનેકરૂપોવાળો છે, ઘડાની માફક તે દશ્ય પદાર્થ છે, તેથી તે જડ છે. ભાવ-વિકારોનો જાણનાર એવો આ (સ્થૂલ દેહ) પોતે પોતાનો આત્મા કેવી રીતે હોઈ શકે ? (૧૫૭)
ટિપ્પણ: સ્કૂલ દેહની, નિશ્ચિત થઈ ચૂકેલી, કેટલીક, પરિસ્થિતિઓનું વર્ણન કરીને, તે કદી પણ આત્મા ન હોઈ શકે, એવું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે.
આત્મા સદા-સર્વદા-સતત, ત્રણેય કાળમાં, અસ્તિત્વ ધરાવતો, ત્રણેય કાળનો સાક્ષી એટલે કે સત્ Ever-existing છે, અજન્મા અને અવિનાશી છે, તે શાશ્વત (Eternal) છે, સનાતન ગુણો ધરાવે છે, એક જ સ્વરૂપવાળો છે, નિયત સ્વભાવવાળો છે, “દષ્ટા' (seer) છે, જ્ઞાતા છે, શેય નથી, દૃશ્યમાન નથી, સ્વયં ચૈતન્યરૂપ છે, અપરિવર્તનશીલ છે, અને એને કશા ભાવ-વિકારો હોતા નથી, કારણ કે તે નિર્વિકાર છે.
આની સામે સ્થૂલ દેહનું સ્વરૂપ કેવું છે? જન્મ પહેલાં અને મૃત્યુ પછી એનું ક્યાંય અસ્તિત્વ હોતું નથી. એની હયાતી, માત્ર જન્મથી મૃત્યુ સુધીની, મર્યાદિત જ છે. એનું સમગ્ર અસ્તિત્વ જ ક્ષણિક છે. આ ક્ષણે છે, પણ હવે પછીની ક્ષણે તે “હશે કે નહીં, એ નિશ્ચિત નથી હોતું. શૈશવ, યૌવન, ઘડપણ, નાનો-મોટો,
૩૦૬ | વિવેકચૂડામણિ