________________
અનુવાદ : હાથ-પગ વગેરે(અંગો)વાળો આ સ્થૂળ દેહ (1) આત્મા નથી, કારણ કે, તે ખોડ-ખાંપણવાળો બને ત્યારે પણ જીવવાનું તો ચાલુ જ રહે છે અને તેની તે તે ચેતનશક્તિનો નાશ થતો નથી. (આ સ્થૂળ દેહ) નિયમ્ય છે, નિયામક નથી. (૧૫૮)
ટિપ્પણ : મનુષ્યનો સ્થૂલ દેહ આત્મા નથી, ન હોઈ શકે, - આ પહેલાંના શ્લોકમાં નિરૂપિત આ વાત અહીં પણ ચાલુ રહી છે. આત્મા આ સ્થૂલ દેહ કે એનું કોઈ અંગ હોઈ શકે નહીં, કારણ કે જો એમ હોય તો કોઈ પણ અંગ કપાઈ જતાં કે કોઈ પણ અવયવનો ક્ષય થતાં, એટલે કે શરીર આવું ખામીવાળું બનતાં, આત્માનો પણ વિનાશ થવો જોઈએ, પરંતુ એવું બનતું નથી, જીવવાનું તો ચાલુ જ રહે છે (નાવના). એ જ રીતે, મનુષ્યની તે તે ચેતન-શક્તિનો પણ નાશ થતો નથી, તે તે શક્તિ પણ ચાલુ જ રહે છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આત્મા તો સ્થૂલ દેહનાં અંગો, અવયવો, વાણી, મન, અહંકાર, અંતઃકરણ, - વગેરેનો નિયામક છે, નિયંત્રક છે, નિયંતા છે, શાસક છે. શરીર તો આ નિયામક નક્કી કરેલાં સર્વ નિયમો-નિયંત્રણોને સર્વથા આધીન છે, નિયમ્ય છે, નિયંત્રિત છે, આત્મા વડે શાસિત છે.
સ્કૂલ દેહ, આત્મા ન હોઈ શકે, એ હકીકતને સિદ્ધ કરવા માટેનાં અહીં રજુ કરવામાં આવેલાં કારણો, ખરેખર, ખાતરી કરાવનારાં છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૧૫૮)
૧૫૯ देहतद्धर्मतत्कर्मतदवस्थादिसाक्षिणः।
सत एव स्वतः सिद्धं तैद्वलक्षण्यमात्मनः ॥ १५९ ॥ . શ્લોકનો ગુજરાતી પાઠ :
દેહતદ્ધર્મતત્કર્મતદવસ્થાદિસાક્ષિણઃ |
સત એવ સ્વતઃ સિદ્ધ તâલક્ષમ્યમાત્મનઃ || ૧૫૯ / શ્લોકનો ગદ્ય અન્વય : ૮-ધર્મ-
ત ત-અવસ્થા-આસિક્ષિણ: સત: માત્મનઃ ત૬-ચૈન્નક્ષપ્યું સ્વત: પર્વ સિદ્ધ (પતિ) / ૨૫૬ |
શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : (હાત) વૈન ક્ષણે સ્વત: પર્વ સિદ્ધ (મતિ) | વૈજ્ઞક્ષષ્ય એટલે વિલક્ષણતા, જૂદાપણું, ભિન્નતા, પૃથક્યણું Separateness, Distinction, Dissimilarity, Individualuty, Fata: Ta ZAZA આપોઆપ, એની મેળે જ, કશો ખાસ પ્રયત્ન કર્યો વિના જ. દેહથી આત્માનું જૂદાપણું, આત્મા દેહથી વિલક્ષણ છે, તે હકીક્ત આપોઆપ જ સિદ્ધ-સાબિતસંપન્ન થાય છે. શાથી? શા કારણે ? કેવી રીતે ? એનાં બે કારણો આ પ્રમાણે છે : (૧) પહેલું કારણ તો એ કે આત્મા હંમેશાં સસ્વરૂપ છે, સત્યસ્વરૂપ છે,
૩૦૮ | વિવેકચૂડામણિ