________________
એકમેકમાં ભળી ગયાં હોય, ભેગાં થઈ ગયાં હોય તો, “આત્માને “અનાત્મા અને “અનાત્માને “આત્મા’ માની-સમજી લેવાનો ગુંચવાડો, એવું જોખમ ઊભું થાય; આવું જોખમ નિવારવા માટે, એ બંનેને જૂદાં પાડવાં, તેમનાં મૂળ ભિન્ન પૃથફ એવાં સ્વરૂપે સમજવાં. ટૂંકમાં, એ બંને વચ્ચે “વિવેક' કરવો તે માત્ર આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે. આખા વાક્યમાં કર્મણિ-પ્રયોગ(Passive-Voice)રચના છે : “વિદ્વાન વડે “આત્મા અને “અનાત્મા' વચ્ચે “વિવેક' કરાવો જોઈએ; એટલે કે તેથી, તે કારણે”. આ પહેલાના શ્લોકમાં કહેવામાં આવેલી વાત સમજીસ્વીકારીને, વિદ્વાને આત્મા-અનાત્મા-વિવેક કરવો જોઈએ. આવું શા માટે કરવું જોઈએ ? વિશ્વમુ- બન્ધનમાંથી મુક્તિ મેળવવા માટે, સંસારરૂપી બંધનમાંથી છૂટવા માટે. આમ કરવાથી તેને શો લાભ થાય ? તેન (વિવેન) પર્વ - તેના વડે જ, તેવો “વિવેક કરવાથી જ. તેથી શું ? (સ: વિકાન) માનન્દી મવતિ - તે વિદ્વાન આનંદી બને છે, આનન્દરૂપ બની જાય છે. કેવી રીતે ? શું કરવાથી ? શું થતાં ? સત-વિત-માનન્દ વિજ્ઞાથે | પોતાને, પોતાની જાતને “સ', ચિત', અને “આનન્દ-રૂપ જાણીને- અનુભવીને. ત. કર્યું એટલે હોવું થવું, એ ધાતુનું વર્તમાન-કૃદન્તનું રૂપ Being Existing, પોતે અસ્તિત્વ ધરાવી રહ્યો છે, એવો અનુભવ. વિન્ એટલે જ્ઞાન, આત્મજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન. “પોતે આવો છે,' - એવી અનુભૂતિનાં કારણે, તે આનંદી-આનંદરૂપ બની રહે છે. (૧૫૪)
અનુવાદ : (તેથી), વિદ્વાને (સંસારરૂપી) બંધનમાંથી છૂટવા, આત્મા અને અનાત્માનો વિવેક કરવો જોઈએ. તે(વિવેક)ના વડે જ, પોતાને સ-ચિત-આનંદરૂપ જાણીને તે આનંદ-સ્વરૂપ બની જાય છે. (૧૫૪)
ટિપ્પણ: “કોશ” એટલે “મ્યાન', - તલવાર મ્યાનમાં હોવાથી દેખાતી નથી, તેને મ્યાનમાંથી બહાર કાઢવામાં આવે, એટલે કે તેના પરનું, તેને ઢાંકી દેતું મ્યાન દૂર કરવામાં આવે, તો જ તે દેખાય. હવે જેનાં સ્વરૂપને સમજાવવાનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે તે, અન્નમય વગેરે પાંચ કોશો વડે આત્મા ઢંકાઈ ગયો છે, એટલે જેને આત્માનું દર્શન કરવું હોય, તેણે આ પાંચે પાંચ કોશોનો બાધ કરવો જ રહ્યો ! (પંજાનાં પિ મોશનાં અપવાદઃ) એ એક જ શરતે, આત્મદર્શન શક્ય બને છે.
સંસાર, એક બંધનરૂપ બની જાય છે, એનું કારણ શું ? શરીર, ઇન્દ્રિયો વગેરે “આત્મા' નથી, “અનાત્મા” છે. શરીર અને આત્મા એકસાથે જ રહેતાં હોવાથી, પરસ્પર ખૂબ જ નજીક હોવાથી, “અનાત્મા’ એવાં શરીર-ઇન્દ્રિય વગેરેને આત્મા’ માની લેવાનો ગોટાળો (Confusion) થઈ જવાનું સ્વાભાવિક છે, અને આવો ગુંચવાડો જ સાધકનાં મનમાં બંધન ઊભું કરે છે. આ બંધનમાંથી મુક્ત થવા માટે, પેલાં, “આત્મા” અને “અનાત્મા'નો વિવેક કરવો અનિવાર્ય છે. આમ કરવાથી જ, સાધક પોતાની જાતને સત્-ચિત-આનંદરૂપ જાણીને આનંદરૂપ બની જાય છે.
૩૦૦ | વિવેકચૂડામણિ