________________
એટલે બને છે એવું કે સૂર્યમાંથી સર્જાયેલાં વાદળાં જ સૂર્યને ઢાંકી દે, સૂર્યને તિરોહિત કરી દે, આકાશમાં માત્ર વાદળાં જ સૂર્યનાં સ્થાને દેખાયા કરે !
તમોગુણની આવરણશક્તિને કારણે ઢંકાઈ ગયેલા આત્માનું અસ્તિત્વ (Existence) કાંઈ નાબૂદ થઈ જતું નથી; એ હોય છે તો ખરો જ; માત્ર, સાધકની અસાવધતાને કારણે, ‘તિરોભૂત’ થયેલા આત્માનું દર્શન ન થતાં, સાધક, અનાત્મા એવા શરીરને, ‘હું જ તે શરીર છું' એવો, આત્માના ઢંકાઈ જવાનાં પરિણામે, આત્મામાંથી ઉત્પન્ન થયેલો આત્નોતિ અહંકાર (અહંકૃતિ:) સાધકનાં મનમાં ઊભો થાય છે અને આત્માને ઢાંકી દઈને (તિરોધાય), એ અહંકાર‘મહાનુભાવ' પોતે જ (સ્વયં), સાધકને, સર્વત્ર, દેખાયા કરે છે ! (વિસ્તૃમ્મતે)
હકીકતમાં, આ ‘અહંકાર’-એવા ‘સાહેબ'નો જન્મ, આત્મારૂપી અધિષ્ઠાનનાં અજ્ઞાનમાંથી જ થાય છે, પરંતુ પોતાની સમક્ષ સતત દેખાતા, અનાત્મા એવા શરીર પ્રત્યે સાધકને ‘મમ’-ભાવ, “અહં’-ભાવ થાય છે; પરિણામે, એનો “હું” (Ego) જ એને સ્વર્વાંગ ઘેરી વળે છે અને પોતાના જ સર્જક આત્માને, સાધક નજર સામેથી, તિરોહિત આચ્છાદિત કરી દે છે, અને અંતે “હું કર્તા છું, હું ભોક્તા છું, હું સુખી છું, હું સમર્થ છું”, – એવા “અહં”-ભાવમાં જ, સાધક, સતત રમમાણ રહે છે ! આ ‘અહંકાર' જ એના આત્માનાં સ્થાને આરૂઢ બની થઈ જાય છે. શ્લોકમાં યોજાયેલી સરખામણી (Comparison) જેટલી સચોટ છે, એટલી જ પ્રબળ અને પ્રતીતિજનક છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૪૪) ૧૪૫
कवलितदिननाथे दुर्दिने सान्द्रमेधैर्व्यथयति हिमझंझावायुरग्रो यथैतान् ।
अविरततमसात्मन्यावृते मूढबुद्धि
क्षपयति बहुदुःखैस्तीव्रविक्षेपशक्तिः ॥ १४५ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
કવલિતદિનનાથે દુર્દિને સાન્દ્રમેû
વ્યંથયતિ હિમઝંઝાવાયુરુગ્રો યથૈતાન્ ।
અવિરતતમસાત્મન્યાવૃતે મૂઢબુદ્ધિ
ક્ષપતિ બહુદુ:ખૈસ્તીવિક્ષેપશક્તિઃ ॥ ૧૪૫ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ- दुर्दिने सान्द्रमेघैः कवलितदिननाथे (सति), यथा 30: હિમાંજ્ઞાવાયુ: તાન્ (સર્વાન્ લોગ) વ્યથતિ, (તથા) અવિતતમના આત્મનિ આવૃત્ત (સતિ), તીવ્રવિક્ષેપત્તિ: મૂવુદ્ધિ વહુલુ: વૈ: ક્ષપત્તિ ॥ ૪ ॥ વિવેકચૂડામણિ / ૨૮૩