________________
च कर्मकोटिभिः, (अपि तु) धातुः प्रसादेन (प्रसादूरूपेण) सितेन मंजुना विवेकविज्ञान-महासिना विना (अयं बन्धनरूपः अनर्थः) छेत्तुं शक्यः न (अस्ति) | ૨૪૬ /
શબ્દાર્થ :- અજ્ઞાનરૂપી મૂળમાંથી ઉદ્ભવેલાં આ બંધનરૂપી અનર્થને કાપી નાખવાનું, એને છેદી નાખવાનું (છેતું) શક્ય શાથી થાય? એ સવાલનો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે.
આ બંધન મુમુક્ષુ સાધક માટે વિનાશરૂપ તો છે જ. આવી વિનાશક વસ્તુને છેદવા માટેનાં, એનાં છેદન માટેનાં, કેટલાંક જાણીતા સાધનો અને હથિયારો(Weapons)ની શક્યતાની, સફળતાની અહીં ચર્ચા કરવામાં આવી છે.
અ એટલે એવાં હથિયારો, (બાણ વગેરે જેવાં), જેને દૂર રહેલા શત્રુઓ પર ફેંકી શકાય (મહું એટલે ફેંકવું, To throw એ ધાતુ પરથી બનેલો શબ્દ), અને શો એટલે એવાં હથિયારો, (તલવાર જેવાં), કે જેના વડે શત્રુઓને નજીકથી પણ હણી શકાય (શમ્ એટલે હણવું, To kil એ ધાતુ પરથી બનેલો શબ્દ).
હવે, અહીં તો શત્રુ છે, અજ્ઞાન, અને એમાંથી ઉદ્ભવેલું બંધન. એમાં આ અસ્ત્રો અને શસ્ત્રો શું કરી શકે ? સાવ નકામાં, નિરર્થક ! ન શક્ય: 1 એના વડે છેદવાનું શક્ય જ નથી. અને આવી જ અશક્યતા, છેદનની – પવન (નિર્તન), અગ્નિ (વહિના) અને કરોડો કર્મો (
વારિક) માટેની. એ બિચારાં, આ બાબતમાં, શું કરી શકે ? આવી ચર્ચા જ અપ્રસ્તુત બની રહે.
તો પછી શું કરવું? અજ્ઞાન અને બંધન, - હકીકતમાં છે, માત્ર એક અજ્ઞાન જ ! એવા શત્રુઓને હણવા શી રીતે ? છેદવા કેમ કરીને ?
આપણાં શાસ્ત્રો અને દર્શનો તો અતિભારપૂર્વક (Very emphatically) કહે છે કે અમારી પાસે તો આ અનર્થનાં છેદન માટેનું એક અમોઘ (કદી પણ નિષ્ફળ ન નીવડે એવું,Infallibe, un-erring ) હથિયાર છે, - વિવેકવિજ્ઞાન રૂપી મોટી તલવાર ! (વિવે-વિજ્ઞાન મહાશિન), અને આ “તલવાર' (હિ) જેટલી તીક્ષ્ણધારદાર (સિન Sharp) છે, એટલી જ સુંદર-મંગળ-નિર્મળ (ગુના) પણ છે !
પરંતુ આવી તલવાર - (વિવેકજ્ઞાનરૂપી તલવાર) - મને ક્યાં ? એનું પ્રાપ્તિસ્થાન? એનું સરનામું ?
સાચા, સંનિષ્ઠ, શ્રદ્ધાસભર એવા સાધક માટે, એવા ભક્તજન માટે તો, આ તલવાર સાવ સુલભ ! અહીં જે કંઈ છે તેને ઉત્પન્ન કરનાર વિધાતાની, સર્જનહારની, ભગવાનની પવિત્ર કૃપા ! – ધાતુ: પ્રતિ |
ભક્તની ભીડ ભાંગનાર, એનું ભીડભંજક તત્ત્વ એક જ, અને તે છે ભગવત્કૃપા, ઈશ્વરપ્રસાદ, Divine Grace! (૧૪૯)
અનુવાદ – (આ બંધન, આ અજ્ઞાન) ન અસ્ત્રો વડે, ન શસ્ત્રો વડે, ન પવન વડે, ન અગ્નિ વડે, પરંતુ વિધાતાની વિશુદ્ધ કૃપાથી સુલભ એવી ધારદાર
૨૯૨ | વિવેકચૂડામણિ