________________
ઓળંગ્યા-તર્યા વિના, એની પાર ગયા વિના, મોક્ષપ્રાપ્તિ શક્ય નથી. માયા દ્વારા સર્જવામાં આવેલી સાંસારિક આસક્તિમાંથી મુક્ત થવું, આમ તો, ખૂબ કઠિન અને કપરું છે; પરંતુ તે અશક્ય નથી, - એવી સ્પષ્ટતા આ શ્લોકમાં કરવામાં આવી છે : માયાનો નાશ એક જ રીતે થઈ શકે, અને તે રીત એટલે સદા શુદ્ધ-બુદ્ધમુક્ત-નિત્ય એવા અદ્વિતીય બ્રહ્મનાં સમ્યફ, અસંદિગ્ધ અને સંપૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ. અજવાળું થતાં, અંધારાના કારણે સર્જાયેલી સાપની ભ્રમણા દૂર થાય છે, તેમ જ બ્રહ્મનાં શુદ્ધ અને શંકારહિત જ્ઞાનનો ઉદય થતાં, આ માયા પણ નાશ પામે છે. (નાગ્યા). આમ, એક હકીકત સિદ્ધ થાય છે કે માયા ભલે “અનાદિ રહી (શ્લોક-૧૧૦), પરંતુ એ “અનંત નથી, એનો અંત થઈ શકે છે, એટલે કે તે “સાન્ત” (સઅત્ત) છે.
ટૂંકમાં, જગત આ માયાનું કાર્ય હોવા છતાં અને જગત આ રીતે માયાથી વ્યાપ્ત હોવા છતાં, મુમુક્ષુએ નિરાશ થવાની જરૂર નથી, - માયા-નાશનો પણ એક સુચિંતિત-સુનિશ્ચિત ઉપાય છે, એવો એક અગત્યનો સધિયારો મોક્ષાર્થીને અહી આપવામાં આવ્યો છે.
વળી, માયા ભલે પોતાના પેલા ત્રણ ગુણો (સત્ત્વ-રજ-તમ). વડે, આ જગતની ઉત્પત્તિ કરતી (રિગુણાત્મિા ) હોય, અને ગુણો પણ પોતપોતાનાં કાર્યો વડે ભલે “પ્રથિત’ હોય, - બ્રહ્મનાં શુદ્ધ જ્ઞાન પાસે તેમનું કશું ચાલતું નથી. આ જ્ઞાનના પ્રકાશમાં, મુમુક્ષુને સંસાર, એનો સઘળો દશ્ય-પ્રપંચ તથા માયાનું સમગ્ર કાર્ય, સ્વમવત મિથ્યા છે, એવી આત્યંતિક પ્રતીતિ થાય છે.
આમ, આ રીતે, “દુસ્તર’ માયા, સાવ “સુસ્તર' બની શકે છે, એવો સ્પષ્ટ સંકેત આ શ્લોકમાં આપવામાં આવ્યો છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૨)
* ૧૧૩ विक्षेपशक्ती रजसः क्रियात्मिका
યત: પ્રવૃત્તિ પ્રકૃતિ પુરી / रागादयोऽस्याः प्रभवन्ति नित्यं
दुःखादयो ये मनसो विकाराः ॥ ११३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વિક્ષેપશક્તી રજસ ક્રિયાત્મિક
યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી ! રાગાદયોડસ્યાઃ પ્રભવત્તિ નિત્ય દુઃખાદયો યે મનસો વિકાર / ૧૧૩ /
૨૨૨ | વિવેકચૂડામણિ