________________
૧૩૬ न जायते नो म्रियते न वर्धते
न क्षीयते नो विकरोति नित्यः । विलीयमानेऽपि वपुष्यमुष्मिन्
न लीयते कुम्भ इवाम्बर क्वचित् ॥ १३६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - ન જાયતે નો પ્રિયતે ન વધતું
ન ક્ષીયતે નો વિકરોતિ નિત્યઃ | વિલીયમાનેડપિ વપુષ્યમુષ્યિનું
ન લીયતે કુમ્ભ ઇવામ્બર કવચિત્ ! ૧૩૬ છે. શ્લોકનો ગદ્ય અન્વય:- (મયે માત્મા) નિત્યઃ (સન), નાતે નો(ન+૩) म्रियते, न वर्धते, न क्षीयते, नो(न+उ) विकरोति; अमुष्मिन् वपुषि विलीयमाने अपि, कुम्भे अम्बरं इव, वचित् न लीयते ॥ १३६ ॥
શબ્દાર્થ - (3યે માત્મા) નિત્ય: (સન)... ત્યારપછીનાં, શ્લોકમાંનાં નાથથિ વગેરે બધાં જ ક્રિયાપદો, ૩યં માત્મા (એ કર્તા subject) સાથે અન્વિત કરવાનાં છે : એટલે (આ આત્મા) નિત્ય (હોવાથી), જન્મતો નથી ( નાતે). મરતો નથી(નો પ્રિયત), વૃદ્ધિ પામતો નથીનો વધતિ), ઘટતો નથી, નાનો- ઓછો થતો નથી(ન ક્ષીય), વિકાર-પરિવર્તન પામતો નથી(ના વિરતિ); આ સ્થૂિળ) શરીર નાશ પામે ત્યારે પણ (મુખિન વપુષિ વિતીયમને પિ), એ ક્યાંયકશામાં લીન થઈ જતો નથી, નાશ પામતો નથી (દવિ નીયત). આવું કોની જેમ બને છે? તુમ એટલે ઘડો; સ્વર એટલે આકાશ; ઘડમાંનાં, ઘડો ફૂટતાં તેમાંનાં, આકાશની જેમ ( રૂવ), (૧૩૬)
અનુવાદ – (આ આત્મા, અંતરાત્મા) નિત્ય (હોવાથી), તે જન્મતો નથી, મરી જતો નથી, વૃદ્ધિ પામતો નથી, ઘટતો નથી, અને વિકાર પણ પામતો નથીઃ આ (સ્થૂળ) શરીર નાશ પામે ત્યારે પણ, ઘડામાંનાં, ઘડા ફૂટ્યા પછી તેમાંનાં, આકાશની જેમ, તે ક્યાંય લય પામતો નથી. (૧૩૬)
ટિપ્પણ :- છેલ્લા શ્લોકમાં અંતરાત્મા વિશે જે વિસ્મયજનક વિશેષતા નિરૂપવામાં આવી હતી, તેને જ અહીં જરા જુદી રીતે, અથવા કહો કે, વધારે વિસ્તારથી અને સ્પષ્ટતાપૂર્વક, અહીં રજુ કરવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ એ જ નિરૂપણનું અહીં, એક પ્રતીતિકારક દૃષ્ટાંત વડે, સમર્થન કરવામાં આવ્યું છે : સ્કૂલ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં, શરીરમાં થતાં બધાં જ પરિવર્તનો–
વિવેકચૂડામણિ | ૨૬૩