________________
અનુવાદ - અતિનિર્મળ તેજવાળું આત્મતત્ત્વ (તમોગુણની “આવરણ'-શક્તિ વડે) જ્યારે ઢંકાઈ જાય છે ત્યારે, મનુષ્ય જીવાત્મા), મોહને લીધે, “અનાત્મા' એવા શરીરને (તે) “હું છું, એમ માની બેસે છે, અને ત્યારપછી તો, “વિક્ષેપ નામની રજોગુણની પ્રબળ શક્તિ, કામ-ક્રોધ, વગેરે બંધનકારક (પોતાના) ગુણો વડે આ (મનુષ્યોને હેરાન કર્યા કરે છે. (૧૪૨) *
ટિપ્પણ:- મુમુક્ષુ સાધક માટે, આત્મસાક્ષાત્કાર, આત્માનું અપરોક્ષ-દર્શન, એ મોક્ષપ્રાપ્તિની સિદ્ધિ માટેની એક અનિવાર્ય પૂર્વશરત છે. પરંતુ સાધક એનું દર્શન કરી શકે તે પહેલાં તો, તમોગુણની આવરણ-શક્તિ, અત્યંત મહિમાવંત એવા આત્માને ઢાંકી દે છે, એવું નિરૂપણ આ પહેલાંના શ્લોક(૧૪૧)માં કરવામાં આવ્યું છે.
કોઈ પણ વસ્તુ ઢંકાઈ ગઈ હોય, એને તો જોઈ જ ન શકાય, એ તો દેખાય, જ નહીં. તમોગ્રણની આવરણશક્તિનાં આવાં વિઘ્નરૂપ કાર્યનાં પરિણામે, સાધક માટે, આત્માનું, એનાં મૂળભૂત સ્વ-સ્વરૂપનું, દર્શન જ અશક્ય બની જાય. ટૂંકમાં, આત્મા, આત્મા-સ્વરૂપે, એની સમક્ષ જ ન રહે. સાધક આ પ્રકારનાં વિપ્નમાં અટવાતો હતો ત્યાં, આટલું જાણે પૂરતું ન હોય તેમ, તમોગુણની પેલી “આવરણ'શક્તિ કરતાં યે વધારે પ્રબળ, બળવત્તર એવી, રજોગુણની “વિક્ષેપ'શક્તિનું તેના પર આક્રમણ થયું ! બિચારો સાધક ! Poor soul ! આમ તો, આત્મા પોતે અત્યંતનિર્મળ એવાં સ્વકીય તેજવાળો હતો (અમારગોવતિ), પરંતુ તમોગુણની આવરણશક્તિ વડે તેને “તિરોભૂત' કરી નાખવામાં આવ્યો હતો, એટલે, પેલા બિચારા સાધકે જે શરીર આત્મા નથી, એવા અનાત્મા-શરીરને, અનાત્માનં શરીર તે હું છું,', તે અનાત્મા-એવું શરીર જ આત્મા છે, એમ, મોહની અસર તળે (માદા) માનવા માંડ્યું! (નતિ).
આવી બન્યું બાપડા સાધકનું! કારણ કે ત્યારપછી તો (તત: પર) જેનું કામ જ વિક્ષેપ કરવાનું, મનને Disturb કે District કરવાનું છે, તેણે, વિલેપશક્તિએ તો, સાધક સમક્ષ, આત્માને, તે મૂળભૂત રીતે (originally) છે (નિત્ય, શુદ્ધ, બુદ્ધ), એના કરતાં સાવ વિપરીત-સ્વરૂપે રજુ કરી દીધો. કામ-ક્રોધ વગેરે, આ સબળ વિક્ષેપ-શક્તિના, બંધનકારક ગુણો (વન્ડનગુણ:) તેના પર એકસામટા ત્રાટક્યા અને એને બિચારાને તો એ બધાએ સાથે મળીને, સંપૂર્ણ રીતે હેરાન-પરેશાન કરી મૂક્યો ! (વ્યથતિ)
તમોગુણ અને રજોગુણની આવી દ્વિમુખી, - (આવરણ અને વિક્ષેપની) શક્તિના વિનાશક પ્રભાવનું વર્ણન, આ બે શ્લોકોમાં (૧૪૧-૧૪૨) કરવામાં આવ્યું છે, તે, સાધક માટે, આવશ્યક એવી ચેતવણીરૂપ બની રહે છે. અને સાધક, એક વાર, શરીરને જ પોતે હું છું એમ સમજવા માંડે, પછી
૨૭૮ | વિવેકચૂડામણિ