________________
પૂરા ૧૧ શ્લોકોમાં (૧૨૭-૧૩૭), વિસ્તૃત, વિગતવાર અને વિશદ રીતે કર્યું હતું. એમને પૂરી પ્રતીતિ છે કે પરમાત્માનાં સ્વરૂપને સાધક-શિષ્ય જો સમ્યફ અને સંપૂર્ણ રીતે આત્મસાત કરી લે તો, મોક્ષપ્રાપ્તિનો એનો માર્ગ મોકળો અને સરળ બની જાય.
ગુરુજીને સ્પષ્ટ ખ્યાલ છે કે કશું પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંતઃકરણની શુદ્ધિ અનિવાર્ય છે. એ શુદ્ધિ એટલે જ “પ્રસાદ', પ્રસન્નતા (દ્ધિપ્રસાદ). બુદ્ધિની આવી શુદ્ધિ એટલે પ્રસન્નતા, પ્રાપ્ત થાય કે તરત જ, મનને વિવેકશક્તિ મળી જાય (મિત મન:) અને પછી તો પોતાનાં અંતઃકરણમાં જ (આત્મનિ), આ પરમાત્માનો સાક્ષાત્, અપરોક્ષ, સાક્ષાત્કાર સ્પષ્ટરૂપે થઈ જ જાય, “આ પરમાત્મા એટલે હું પોતે જ !” એવી અભેદાનુભૂતિ સાથે (સર્વ માં તિ).
સંસાર-સાગરને તરવો, આમ કંઈ, સહેલો નથી, કારણ કે તેને તરવા નીકળનારને એમાંનાં જન્મ-મરણ-રૂપી પહાડ જેવાં ઊંચાં મોજાં (તરા) અને મોં ફાડીને ડરાવતાં અનેક ભયંકર મોટા મગરમચ્છોને કારણે, એ, ખરેખર, “અપાર' બની ગયો હોય છે. સંસારસાગર-તરણ આવું મુશ્કેલ હોવા છતાં, પરમાત્માના સાક્ષાત્કારનાં પરિણામે, સાધક, એ જ સાક્ષાત્કારનાં માધ્યમથી બ્રહ્મભાવમાં સારી રીતે સ્થિત થઈ જાય છે(બ્રહામૂળ સંસ્થ:) અને એટલે જ, પછી તો, પેલા અપાર સંસારસાગરની પણ સાધક માટે તો, “ઐસી-તૈસી' બની રહે છે. High કે Long Jumpની પણ એને જરૂર રહેતી નથી, - પેલા સાગરને પેલે પાર પહોંચીને, મોક્ષપ્રાપ્તિ રૂપી પોતાનાં જીવનની કૃતાર્થતા સંપન્ન કરવા માટે, એના માટે તો, એક નાનકડો સામાન્ય કૂદકો જ પર્યાપ્ત બની રહે - ખતર તાર્થ = ભવ !
સાધકનાં જીવનની આવી સિદ્ધિ માટે, વિપ્નોનું નિવારણ કરવાનો, સદ્ગુરુએ સૂચવેલો આ ક્રમ (Order), ખરેખર, સૂચક (significant) છે.
શ્લોકનો છંદ : માલિની (૧૩૮)
૧૩૯ अत्रानात्मन्यहमिति मतिर्बन्ध एषोऽस्य पुंसः
प्राप्तोऽज्ञानाज्जननमरणक्लेशसंपातहेतुः । यैनेवायं वपुरिदमसत्सत्यमित्यात्मबुद्ध्या .
___ पुष्यत्युक्षत्यवति विषयैस्तन्तुभिः कोशकृद्वत् ॥ १३९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - અત્રાનાત્મન્યાહમિતિ મતિર્બન્ધ એષોડસ્ય પુંસ
પ્રાપ્તોડજ્ઞાનાર્જનનમરણફ્લેશસંપાતહેતુઃ | યેનૈવાય વપુરિદમસત્સત્યમિત્યાત્મબુદ્ધયા પુષ્યત્સુક્ષત્યવતિ વિષયેસ્તનુભિઃ કોશકૃવત્ / ૧૩૯ II
વિવેકચૂડામણિ | ૨૬૯