________________
ઉપાદ્ઘાતમાં આદ્ય શ્રીશંકરાચાર્યે, આ - અસ્મિન્ તવ્રુદ્ધિઃ - એ ‘અધ્યાસ’ એવું પારિભાષિક નામ આપ્યું છે. અધિ+ગમ્ - એટલે, એક વસ્તુ પર બીજી ખોટી વસ્તુનું ‘આસન’ કરવું, એના પર ‘આરોપ’ કરવો, એનાં પર ‘આરોપણ' કરવું એ ધાતુ પરથી બનેલું નામ (Noun), એ ‘અધ્યાસ' : False attribution, wrong supposition.
“અધ્યાસ”નાં તાત્ત્વિક સ્વરૂપની સમજૂતી આપતાં આચાર્યશ્રી, પોતાનાં તે ભાષ્યમાં, આટલું ઊમેરે છે :
स्मृतिरूपः परत्र पूर्वदृष्टावभासः (अध्यासः) ।
‘અવભાસ' એટલે જ અધ્યાસ, - પાછળથી નાશ પામી જનારો કે મિથ્યા ઠરનારો દેખાવ. ટૂંકમાં, જે દેખાવ, પાછળથી વસ્તુનાં યથાર્થજ્ઞાનને લીધે બાધિત થઈ જાય, એવો દેખાવ એટલે “અવભાસ”.
બીજું, એ અવભાસ પૂર્વદષ્ટ હોવો જોઈએ. જે વસ્તુનો ભાસ થાય છે તે, પહેલાં જોયેલી હોવી જોઈએ, પહેલાં જોયેલી વસ્તુનો પાછળથી બાધિત થનારો ભાસ, એટલે અધ્યાસ.
ત્રીજું, આ ભાસ ‘સ્મૃતિરૂપ', સ્મૃતિનાં સ્વરૂપ જેવા સ્વરૂપવાળો હોય છે. સ્મૃતિ થાય ત્યારે જેની સ્મૃતિ થતી હોય તે વસ્તુ પાસે કે સામે હોતી નથી. અને ચોથું, “પરત્ર’-એટલે અન્ય સ્થળે, એટલે બીજી વસ્તુમાં આવો ભાસ
થાય છે.
આ ચારેય શબ્દોના અર્થોને સમન્વિત કરતાં, “અધ્યાસ”ની સંપૂર્ણ વ્યાખ્યા આ પ્રમાણે થશે : સ્મૃતિના જેવા સ્વરૂપવાળો, બીજી વસ્તુમાં થતો, પહેલાં જોયેલી વસ્તુનો પાછળથી બાધિત થતો દેખાવ, ભાસ, અવભાસ, એટલે “અધ્યાસ”. એક ઉદાહરણથી આ વ્યાખ્યા આ પ્રમાણે સમજી શકાશે : શુૌ રનતમાનમ્ ।
સૂર્યના તાપમાં, કોઈક માણસ સામે પડેલી “છીપલી”ને (શુૌ) “ચાંદી’(રખત) માની બેસે છે. છીપલીમાં ચાંદીનો ભાસ થાય ત્યારે, ચાંદી સામે હોતી નથી; તેથી તે ચાંદીનો ભાસ “સ્મૃતિનાં જેવાં રૂપવાળો” (સ્મૃતિરૂપ:) છે. ચાંદીનો ભાસ બીજે ઠેકાણે (પત્ર), બીજી વસ્તુમાં, એટલે કે છીપલીમાં થાય છે. ચાંદીનો ભાસ થાય છે તે, “પહેલાં” જોયેલી (પૂર્વષ્ટઃ) છે; અને જ્યારે માણસ નજીક જઈને જુએ છે ત્યારે તો, એને છીપલીનો ટૂકડો જ દેખાય છે. આમ, યથાર્થજ્ઞાન થતાં જ ચાંદીના દેખાવ(અવમાસ)નો ભાસ થાય છે. ત્યારપછી, ચાંદી દેખાતી બંધ થઈ જાય છે.
અને આથી આચાર્યશ્રી, છેવટે, આ ચર્ચાના ઉપસંહારમાં કહે છે કે, વંતક્ષળ અધ્યાસ પષ્ડિતા: અવિદ્યા કૃતિ મન્યત્તે । આ પ્રકારના, ઉપર્યુક્ત લક્ષણવાળા, ‘અધ્યાસ'ને પંડિતો ‘અવિદ્યા’ માને છે.
શ્લોકનો છંદ : શિખરિણી (૧૪૦) ૨૭૪ / વિવેકચૂડામણિ
―