________________
જ્યાં-જ્યાં ધૂમાડો હોય, ત્યાં-ત્યાં અગ્નિ અવશ્ય હોય જ, એવો, પરસ્પરવ્યાતિવાળો સંબંધ, જેમ ધૂમાડા અને અગ્નિ વચ્ચે છે, વત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વ -- એનાથી તદન ઉલટો, વિપરીત સંબંધ બંધન અને મુક્તિ વચ્ચે છે, એટલે કે જ્યાં બંધન હોય, ત્યાં મુક્તિ કદી જ ન હોઈ શકે. અને તેથી જ બંધનને નષ્ટ કે નિર્મૂળ કર્યા વિના, મુક્તિની પ્રાપ્તિ અશક્ય જ રહે. પરંતુ બંધનને અને એનાં કારણને સમજ્યા વિના, બંધનનો નાશ કેવી રીતે થાય ?
અને આ બંધન-નાશના પાયામાં અનિવાર્ય (Indispensable) એવું તત્ત્વ એટલે “વિવેકબુદ્ધિ (sense of discretion or discrimination). સત્ય-અસત્ય, સાચું-ખોટું, સારું-નરસું, નિત્ય-અનિત્ય એવી પરસ્પર-વિરોધી બાબતો વચ્ચેના ભેદની સમજણ, એ જ આ વિવેકબુદ્ધિ. વેદાન્ત-દર્શનના પાયામાં રહેલો સિદ્ધાંત છે, - બ્રહ્મ સત્યે તું મિથ્થા / બ્રહ્મ, પરમાત્મા, વિશુદ્ધ અંતરાત્મા, આત્મા, - એ એક જ સત્ય છે, અને જગત, જગતમાંનું સઘળું, શરીર, શરીરમાંનું સઘળું મિથ્યા છે, અસત્ય છે. પરિસ્થિતિ આવી છે ત્યારે, અસત-માં “સતું' એવી બુદ્ધિ, મિથ્યામાં સત્ય એવી બુદ્ધિ, અનાત્મા(એટલે કે જે આત્મા નથી તે)માં આત્મા એવી સમજણ, - આવી સમજણ એ જ, બંધન ! - દેહ અને દેહમાંનું સઘળું (ઇન્દ્રિયો વગેરે), “અનાત્મ' છે, “આત્મા' નથી છતાં, શરીરમાં રહેલા પરમાત્માનો અંશ એવો “આત્મા' પોતે હોવા છતાં, “હું શરીર છું” મનુષ્યની એવી સમજણ, એ જ બંધન ! અને આવાં દેહ-તાદામ્ય, એટલે કે અનાત્મ-તાદામ્યનાં મૂળમાં છે, જન્મોજન્મનાં અજ્ઞાન અથવા અવિદ્યાનાં કારણે મનુષ્યમાં રહેલા અને એના ચિત્તમાં રૂઢ થઈ ગયેલા પરંપરાગત સંસ્કારો ! પોતે દેહમાં રહેલો દેહી છે, “દેહ નથી, - છતાં પોતે “દેહ છે, એવી સમજણ, એ જ દેહાત્મબુદ્ધિ અને એ જ બંધન, - જે, એના માટે જન્મ-મરણ વગેરે લેશોનું કારણ બને છે.
અને એક વાર “પોતે મિથ્યાભૂત શરીર છે,” – મનુષ્યની એવી સમજણ સુદઢ થઈ ગઈ, એટલે એ શરીરને, વિષયવાસનાઓ વડે, પુષ્ટ કરવાનું, સજાવવાનું, સંરક્ષવાનું, એના માટે સ્વભાવિક બની જાય !
પેલો રેશમનો કીડો આમ જ કર્યા કરે છે ને ! ખૂબ મહેનત કરીને રેશમના તાર પોતાના પર વીંટ્યા કરે અને અંતે તે પોતે જ એમાં, એ તારો વડે, એમાં જ ગુંચવાઈ જાય અને ગુંગળાઈને મરી જાય ! - નશ્વર એવા શરીરને, વિષયો વડે, ઇન્દ્રિયોના ઉપભોગો વડે, પોષતો-સજાવતોસાચવતો મનુષ્ય પણ, તાંતણાઓ વડે કોશને સાચવતા પેલા રેશમના કીડાની જેમ, અંતે, ક્ષીણ અને ખતમ થઈ જાય છે !
આવું છે, બંધન અને બંધનનું સ્વરૂપ, અને આવાં છે એ બંધનનાં કારણો ! એમાં ફસાયેલા મનુષ્ય માટે મુક્તિ શક્ય જ ન બને.
શ્લોકનો છંદ : મંદાક્રાન્તા (૧૩૯)
વિવેકચૂડામણિ | ર૭૧