________________
વ્યક્તિને પણ જગત્મસિદ્ધ એવી પ્રતીતિ થાય કે, જાગતાંની સાથે જ એ બોલી ઊઠે કે “હું કશું જાણતો નથી !” (માં વિવિદ્ વેમિ )
પરંતુ આ અનુસંધાનમાં સદા-સ્મરણીય એવી હકીકત એ છે કે જ્ઞાનના આ સંપૂર્ણ અભાવને, - એટલે કે અજ્ઞાનને પણ જાણનારો, - એનો પણ જ્ઞાતા, અજ્ઞાનનો પણ જ્ઞાતા છે, - અને તે છે આત્મા, સર્વનો દષ્ટા, સર્વનો સાક્ષી, સર્વજ્ઞાનસ્વરૂપ !
શ્લોકનો છંદ ઉપજાતિ (૧૨૩)
૧ર૪ देहेन्द्रियप्राणमनोऽहमादयः
सर्वे विकारा विषयाः सुखादयः । व्योमादिभूतान्यखिलं च विश्व
-વ્યપર્યન્તમિટું ઇનાત્મા | ૨૨૪ | શ્લોકનો ગુજરાતી પાઠ – દેન્દ્રિયપ્રાણમનોહમાદયઃ
સર્વે વિકારા વિષયા સુખાદયઃ | વ્યોમાદિભૂતા ખિલં ચ વિશ્વ
મવ્યક્તપર્યન્તમિદં હ્યનાત્મા || ૧૨૪ શ્લોકનો ગદ્ય અન્વય:- જિય-કાળ-મન-અદં-બાયઃ સર્વે વિર:, विषयाः, सुखादयः, व्योमादिभूतानि, अव्यक्तपर्यन्तं इदं अखिलं च विश्वं हि મનાત્મા ! ૨૨૪ ||
શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : ટું વિશ્વ દિ અનાત્મા (ત) |
આ આખુંયે વિશ્વ અનાત્મા, એટલે કે જડ છે. સમગ્ર બ્રહ્માંડમાં “આત્મા” એ એક જ તત્ત્વ સદા-સર્વદા ચૈતન્યપૂર્ણ અને શાશ્વત(Eternal) છે. એટલે સ્વાભાવિક રીતે જ, વિશ્વમાંનું બાકીનું બધું જ, “આત્મા’ ન હોવાથી, “અનાત્મા’, એટલે કે જડ છે. બાકીનું બધું એટલે શું ? - એની યાદી શ્લોકમાં આ પ્રમાણે આપવામાં આવી છે : દેહ, ઈન્દ્રિય, પ્રાણ, મન, અહંકાર વગેરે બધા વિકારો; સુખ-દુ:ખ વગેરે વિષયવાસનાઓ; આકાશ (ચોમ) વગેરે પાંચ મહાભૂતો અને “અવ્યક્ત સુધીનું (પર્યન્ત), - બાકીનું બધું જ જડ છે. “અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી તે, સમગ્ર પ્રકૃતિ અથવા માયા. (૧૨૪).
અનુવાદ :- દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, અહંકાર વગેરે (બધા) વિકારો; સુખદુઃખ વગેરે વિષયો; આકાશ વગેરે (પાંચ) મહાભૂતો અને “અવ્યક્ત' સુધીનું આ સમસ્ત વિશ્વ, - આ સઘળું જડ છે. (૧૨૪)
૨૪૪ | વિવેકચૂડામણિ