________________
સતત, અટક્યા વિના (Non-stop); ક્ષત્તિ-ક્ષીણ, ભ્રષ્ટ કર્યા કરે છે, એનો ક્ષય કર્યા કરે છે. (૧૧૭) અનુવાદ :— આ(આવરણ-શક્તિ)ના સંસર્ગમાં આવેલા(મનુષ્ય)ને અભાવના, વિપરીત-ભાવના, અસંભાવના, વિપ્રતિપત્તિ - (આ સર્વ મનોવિકારો) અવશ્ય અસ્વસ્થ કરી મૂકે છે; વળી, વિક્ષેપશક્તિ પણ એને નિરંતર ક્ષીણ કર્યા કરે છે. (૧૧૭) ટિપ્પણ :~ મનુષ્ય મનમાં કેવી ‘ભાવના' સેવે છે, એના પર એની જીવનસાધના આધાર રાખે છે, અને તેથી જ કહેવાયું છે કે “જેવી જેની ભાવના, એવી એની સિદ્ધિ,’
यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी ॥
ભૂ-મક્- એ ધાતુનાં પ્રેરક (Causal) માવત્તિ પરથી બનેલું નામ,‘ભાવના’,- મનમાં કશુંક ‘ભાવવું', કશીક ભાવના સેવવી તે. આ શ્લોકમાં ‘ભાવના’ના ત્રણ પ્રકારો દર્શાવવામાં આવ્યા છેઃ અભાવના, વિપરીત-ભાવના અને અસંભાવના; અને એવો જ, ભાવનાનો, ચોથો પ્રકાર છે, - ‘વિપ્રતિપત્તિ. આ ચારેય મનોવિકારોને શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યા છે, તેથી એ સર્વ સ્વયંસ્પષ્ટ બન્યા છે. આ ચારેય મનોભાવનાઓ, આમ તો, સામાન્ય પરિસ્થિતિમાં પણ, મનુષ્યનાં મનને ક્ષુબ્ધ(Confused) કરી મૂકે એવા અનિચ્છનીય છે. હકીકત આવી હોય ત્યારે, મનુષ્ય પેલી આવરણશક્તિના સંપર્કમાં આવી જાય, તો તો પછી આ ભાવનાઓનાં વિનાશશીલ કાર્ય વિશે પૂછવું જ શું ? (f પુન:, વિત ?). આવું બને ત્યારે તો આ બધા મનોવિકારો, - અભાવના વગેરે - પેલા માણસની માનસિક પરિસ્થિતિ સંપૂર્ણરીતે અસ્તવ્યસ્ત, વિક્ષુબ્ધ અને ડામાડાળ કરી મૂકે છે. અને પેલી ‘વિક્ષેપ’-શક્તિ પણ, પેલા મનુષ્યનાં મન પર ત્રાટકવાની રાહ જોઈને જ ઊભી હોય છે ! . તક મળે કે તરત જ, તે પણ પેલા મનુષ્યને, મોક્ષ પ્રાપ્ત કરવાનાં તેનાં જીવનધ્યેયથી ભ્રષ્ટ કરે છે, ચ્યુત કરે છે, એટલું જ નહીં પણ નિરંતર ક્ષીણ કરતી રહે છે !
રજોગુણની ‘વિક્ષેપ’-શક્તિ અને તમોગુણની આવરણ-શક્તિ, એ બંનેની, આવી છે, વિનાશશીલ કાર્યપદ્ધતિ । (૧૧૭)
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૭)
૧૧૮
अज्ञानमालस्यजडत्वनिद्रा-પ્રમામૂત્વમુવાસ્તમોગુ: । एतैः प्रयुक्तो न हि वेत्ति किंचिद्
निद्रालुवत् स्तंभवदेव तिष्ठति ॥ ११८ ॥ ૨૩૨ / વિવેકચૂડામણિ