________________
એમાં શંકા નથી કે સત્ત્વગુણ જળના જેવો વિશુદ્ધ-નિર્મળ સ્વચ્છ છે; તથા બપિ - તો પણ, તેમ છતાં સત્ત્વગુણનું જમા પાસું આવું આટલું બધું સમૃદ્ધસદ્ધર-શ્રદ્ધેય છે, તો પછી એની વિરુદ્ધ શું કહેવાનું છે? શા માટે ? એની વિરુદ્ધ જતી એક જ પરિસ્થિતિ છે, અને તે એ છે કે, તે પેલા બે(તાઓ)-રજોગુણ અને તમોગુણ-ની સાથે એની ભેળસેળ થઈ ગઈ છે, તેની સાથે તે ભળી ગયો છે (fમતિવા); આમ થવાનું શું પરિણામ આવ્યું ? (તત્ સર્વ) સરખાય વન્યતે | સરળ એટલે સંસાર, - બંને શબ્દો (૪)-એટલે “સરી જવું-એ ધાતુ પરથી બનેલા છે: “સંસાર” એટલે તે, જે, આપણી પાસેથી પ્રતિક્ષણ સરી જતો હોય છે, આપણી પકડમાં રહેતો નથી, આપણી પાસે રહેતો નથી ! અને પછી, જે, હંમેશ માટે સરી જાય છે તે ! ઋત્તેિ – કારણ બની જાય છે. પેલા બે ગુણો સાથેના નિત્યસંબંધમિલનને કારણે, અન્યથા સારો-શુભ-શુદ્ધ-સ્વચ્છ એવો આ સત્ત્વગુણ પણ સંસારનું કારણ બની રહે છે !
પરંતુ આ સત્ત્વગુણ, મૂળભૂત રીતે જે સારો છે, તેનું, ખરાબ સોબતને કારણે, આવું અધઃપતન થયું હોવા છતાં, તેનો એક વિધાયક મુદો(Plus-point) આ રીતે ટકી રહે છે : યવ - એટલે કે જ્યાં, તે સત્ત્વગુણનાં કાર્ય, એવી બુદ્ધિમાં, માત્મવિશ્ર્વ પ્રતિવિન્વિત: સન - આત્મારૂપી બિંબ પ્રતિબિંબિત થયું હોવાથી; તેથી શું બને છે?(:) વિનં નવું પ્રાયતિ . તે સમસ્ત સમગ્ર સર્વ જડ વસ્તુઓપદાર્થોને પ્રકાશિત કરે છે, જડને-અંધકારગ્રસ્તને-નિશ્ચતનને-નિષ્પાણને જીવંત-ચેતનપ્રાણવંતા-પ્રકાશવાળા બનાવી શકે છે. કોની જેમ ? : રૂવ - સૂર્યની માફક. (૧૧૯).
અનુવાદ :- સત્ત્વગુણ (જો કે) જળના જેવો અતિનિર્મળ છે, તે છતાં તે બે(રજોગુણ-તમોગુણ)ની સાથે તેની સેળભેળ થઈ ગઈ હોવાથી, તે સંસારનું કારણ બને છે; પરંતુ) તે(સત્ત્વગુણ)માં આત્મારૂપી બિંબ પ્રતિબિંબિત થયું હોવાથી, તે, સૂર્યની માફક, જડ પદાર્થોને પ્રકાશિત કરે છે. (૧૧૯)
ટિપ્પણ – પરમાત્માની “પરા શક્તિ એવી “માયાનાં સ્વરૂપની ચર્ચાના આરંભમાં જ, એને “ત્રિગુણાત્મિકા' કહેવામાં આવી છે (શ્લોક-૧૧૦). સાંખ્યદર્શનપ્રબોધિત આ ત્રણ ગુણોમાંથી બે- રજોગુણ અને તમોગુણ–ના, મોક્ષાર્થીનાં ચિત્ત પરના પ્રભાવની વિગતો અત્યાર સુધી આપવામાં આવી. હવે, અહીંથી, હવે પછીના ત્રણ શ્લોકોમાં, બાકી રહેલા ત્રીજા ગુણ-“સત્ત્વ'-ના પ્રભાવની ચર્ચા કરવામાં આવે છે.
આ ગુણ-સર્વ'-નું નામ જ એક મહત્ત્વની હકીકત અભિવ્યક્ત કરે છે કે તે અ-સ્વરૂપ છે : સત્ - એટલે, સૌપ્રથમ તો, પરમાત્માનાં ત્રણ શાશ્વત સ્વરૂપોમાંનું-“સ, ‘ચિત “આનંદ'-માંનું એક અને સૌપ્રથમ. અને તે તો કદાપિ
વિવેકચૂડામણિ | ૨૩૫