________________
ફરીથી ખાંડવું (દળવું); એક ને એક વાત ફરી-ફરીને કહ્યા કરવી : પુનરુક્તિ. આમ તો, ‘પિષ્ટપેષણ’ અને ‘પુનરુક્તિ’, - સાહિત્યશાસ્ત્રની દૃષ્ટિએ, ‘દોષો' છે; પરંતુ આ ‘દોષ’નો પણ એક ‘ગુણ’ છે ! પોતાનાં કથનને સવિશેષ સ્પષ્ટ કરવું. અઘરી વાતને ફરી-ફરીને કહેવામાં આવે તો, સાંભળનાર માટે એ સરળ બની જાય છે.
‘ત્રિગુણાત્મિકા’ એવી માયાની આ ચર્ચામાં પણ આચાર્યશ્રીએ, રજોગુણની ‘વિક્ષેપ’-શક્તિ અને તમોગુણની ‘આવરણ’-શક્તિનાં, મોક્ષાર્થી માટેનાં જોખમ’ને લક્ષમાં રાખીને, આ જોખમથી તેને ચેતવવા માટે, અહીં, આ પુનરુક્તિ-‘દોષ’ પાસેથી પણ ‘ગુણ’નું કામ કરાવ્યું છે !
રજોગુણ-તમોગુણની આ બંને અતિપ્રબળ શક્તિઓ, મોક્ષાર્થી મનુષ્ય માટે, સંસાર-બંધન સર્જીને, સાધક તરીકેની તેની સમગ્ર કારકિર્દીને નિષ્ફળ અને નષ્ટ બનાવી દે છે, - એ એક પાયાની હકીકત (Fundamental fact) પર આવશ્યક ભાર મૂકવા માટે જ (To emphasise), આચાર્યશ્રીએ, એક આદર્શ સદ્ગુરુ તરીકે, અહીં ‘પિષ્ટપેષણ' કર્યું છે, ખાંડેલાને ફરી-ફરી ખાંડીને, એવું ઝીણું બનાવી દીધું છે કે એને ચાળવાની પણ જરૂર ન રહે, તરત રાંધવામાં ઉપયોગમાં લેવાય ! વક્તવ્ય વિશે, શિષ્યને પૂરી પ્રતીતિ થઈ જાય ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૮) ૧૧૯
सत्त्वं विशुद्धं जलवत् तथापि
ताभ्यां मिलित्वा सरणाय कल्पते ।
यत्रात्मबिम्ब: प्रतिबिम्बितः सन्
प्रकाशयत्यर्क इवाखिलं जडम् ॥ ११९ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
સત્ત્વ વિશુદ્ધે જલવત્ તથાપિ
તાભ્યાં મિલિત્વા સરણાય કલ્પતે ।
યુત્રાત્મબિમ્બઃ પ્રતિબિસ્જિતઃ સન્
પ્રકાશયત્યર્ક ઈવાખિલે જડમ્ ॥ ૧૧૯ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :- સત્ત્વ (સત્ત્વશુળ:) નનવત્ વિશુદ્ધ (વિશુદ્ધ:) (અસ્તિ), તથા અપિ તામ્યાં (નોમુળ-તમોગુળામ્યાં) મિજિત્વા સરખાય પતે, यत्र सत्त्वगुणस्य (कार्ये बुद्धौ ) आत्मबिम्ब: प्रतिबिम्बितः सन् अर्कः इव अखिलं નવું પ્રાણયતિ || ૧૨ ||
શબ્દાર્થ :— સત્ત્વ (સત્ત્વગુણ:) નાવત્ વિશુદ્ધ (વિષ્ણુ) (અસ્તિ) । ૨૩૪ | વિવેકચૂડામણિ