________________
તમોગુણની “આવૃતિ (આવરણ)-શક્તિ ! “આત્મા’ એના વડે “આવૃત’ થઈ જાય, એટલે આત્મા અન્યથા-રૂપે, એટલે કે અનાત્મા-રૂપે અવભાસિત થાય, અને અનાત્માનું સતત “અવભાસન” એટલે જ “સંસ્કૃતિ', - આ સંસાર ! અને “સંસાર'નાં મૂળમાં, એનું નિદાન', તમોગુણની આ આવરણ-શક્તિ !
આમ તો, જરા ઝીણી નજરે જોવામાં આવે તો, આ આવરણ-શક્તિ જ રજોગુણની પેલી વિક્ષેપ-શક્તિનું કારણ બને છે : આત્માનું મૂળ રૂપ “આવૃત થઈ જાય, ઢંકાઈ જાય, એટલે ‘દષ્ય'ની-મનુષ્યની દૃષ્ટિ વિક્ષિપ્ત' (Disturbed, distracted) થઈ ગઈ : આત્માનું “આવરણ” જ જોનાર મનુષ્યની દૃષ્ટિમાં ‘વિક્ષેપ' ઊભો કરે છે.
તમોગુણની ગીતા-નિરૂપિત, આ સમજૂતી, આપણા પ્રસ્તુત સંદર્ભમાં, યાદ રાખવા જેવી છે :
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
vમલાનનિદ્રામતવિજ્ઞાતિ ભારત | (૧૪, ૮) આ તમોગુણ પોતે જ, જો અજ્ઞાનમાંથી જન્મ્યો હોય, તો પછી એનાં સંતાનો મોહ, પ્રમાદ, આલસ્ય, નિદ્રા જેવાં જ હોય ને ! અને તેથી તે તો બંધનરૂપ જ બની રહે!
મહાભારતનાં ઉદ્યોગપર્વમાં, “સનતસુજાત' નામનું એક ઉપપર્વ આવે છે જેમાં, સનતસુજાત-ઋષિ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપતાં કહે છે, –
પ્રમાલો વૈ મૃત્યુઃ (૨,૪). પ્રમાદની, કેવી સ્પષ્ટ છતાં સચોટ વ્યાખ્યા !
મૃત્યુ જેવા પ્રમાદનું જ્યાં શાસન ચાલી રહ્યું હોય ત્યાં, અસ્તિત્વ-સ્વરૂપ આત્માનું તો “આવરણ' જ થઈ જાયને ! અને આવા “આવૃત' આત્માનું જ્યાં સુધી અનાવરણ ન થાય, ત્યાં સુધી તો, સર્વત્ર, બસ, સંસાર અને બંધન જ !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૫)
૧૧૬ प्रज्ञावानपि पण्डितोऽपि चतुरोऽप्यत्यन्तसूक्ष्मार्थदृक्
व्यालीढस्तमसा न वेत्ति बहुधा संबोधितोऽपि स्फुटम् । भ्रान्त्यारोपितमेव साधु कलयत्यालम्बते तद्गुणान्
हन्तासौ प्रबला दुरन्ततमसः शक्तिर्महत्यावृतिः ॥ ११६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - પ્રજ્ઞાવાનપિ પંડિતોડપિ ચતુરોડપ્યત્યાસૂકમાર્થદફ
ચાલીઢસ્તમસા ન વેતિ બહુધા સંબોધિતોડપિ ફુટમ્ | ભાજ્યારોપિતમેવ સાધુ કલયયાલબતે તણૂણાનું હત્તાસૌ પ્રબલા દુરન્નતમસઃ શક્તિર્મહત્યાવૃતિઃ - ૧૧૬ II
૨૨૮ | વિવેચૂડામણિ