________________
પંચક, પ્રાણ વગેરે(વાયુઓ)નું પંચક, આકાશ વગેરે(મહાભૂતો)નું પંચક, બુદ્ધિ વગેરે(બુદ્ધિ, મન, અહંકાર અને ચિત્ત)નું ચતુષ્ટય; અવિદ્યા, કામના અને કર્મ-આ “પુરી-અષ્ટક”ને (શરીરરૂપી નગરીનાં આઠ ઘટક તત્ત્વોને) (મનીષીઓ) “સૂક્ષ્મ શરીર” કહે છે. (૯૮).
ટિપ્પણ – પંચકો અને ચતુષ્ટયમાંનાં ઘટકોની વીગતો, “ભૂલશરીર”નાં વર્ણન વિશેના, આ પહેલાંના થોડા શ્લોકોમાં, સમજાવવામાં આવી છે, એટલે એનું કશું સ્પષ્ટીકરણ કરવાની જરૂર રહેતી નથી.
આ “સૂક્ષ્મ અથવા લિંગ' શરીરનાં સ્વરૂપને તથા તેનાં કાર્યને બરાબર સમજી લેવાની જરૂર છે : મૃત્યુ પછી, મૃત્યુ વખતે, જીવાત્મા “લશરીરને છોડી દે છે, ત્યારપછીની એની દેહાન્તર કે લોકાન્તરની સુદીર્ઘ યાત્રામાં, આ “સૂમ શરીર” જ એનું વાહન બને છે. આ “સૂક્ષ્મ' અથવા “લિંગ” શરીર, - જીવાત્મા માટેનું, મૃત્યુ પછીનું, - જે નિવાસસ્થાન છે, તેનાં આઠ ઘટક તત્ત્વોની, એ “પુરીઅષ્ટકની વીગતો તો આ શ્લોકમાં આપવામાં આવી છે; પરંતુ આ શરીર,
પૂલશરીરથી એ બાબતમાં જૂદું પડે છે કે આ લિંગ શરીર ઈન્દ્રિયોથી જોઈ-જાણી શકાય એવું નથી, એ “અતીન્દ્રિય” અથવા “ઇન્દ્રિયાતીત' છે. બીજી મહત્ત્વની વાત એ છે કે મોક્ષની આત્યંતિક અવસ્થાને જીવાત્મા પામે નહીં ત્યાંસુધી, પુનર્જન્મ, મરણ, લોકાન્તરગમનના સમગ્ર સમય દરમિયાન, આ લિંગ શરીર' જ એનું એકમાત્ર આશ્રયસ્થાન, રહેઠાણ બની રહે છે.
સાંખ્ય વગેરે અન્ય દર્શનોમાં, “સૂમ શરીરનાં ઘટક તત્ત્વો અને એની સંખ્યા બાબતમાં થોડા મતભેદો છે, પરંતુ આ તો માત્ર એક આનુષગિક અને પ્રમાણમાં ગૌણ બાબત છે. આપણે તો એટલું જ યાદ રાખવાનું કે સૂક્ષ્મ શરીરનું આ સ્વરૂપ વેદાન્ત-દર્શન પ્રમાણેનું છે. • શ્લોકનો છંદ : ઉપજાતિ (૯૮)
૯૯. इदं शरीरं श्रुणु सूक्ष्मसंज्ञितं ___लिंगं त्वपंचीकृतभूतसंभवम् । सवासनं कर्मफलानुभावकं
स्वाज्ञानतोऽनादिरुपाधिरात्मनः ॥ ९९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - ઈદ શરીર ધ્રુણ સૂક્ષ્મસંતિ
લિંગ ત્વપંચાકૃતભૂતસંભવમ્. સવાસન કર્મફલાનુભાવ • સ્વાજ્ઞાનતોડનાદિરપાધિરાત્મનઃ / ૯૯ /
૧૯૨ | વિવેકચૂડામણિ