________________
પ્રિયતમ. (મતિ, મતિ) | આત્મા તો સર્વ ભૂતો માટે, આપોઆપ-કોઈ પણ કારણ વિના-એની મેળે જ ખૂબ પ્રિય, અતિ-પ્રિય, સૌથી વધારે પ્રિય (યિતમ:) હોય જ છે.
અહીં, એક વ્યાકરણગત વિશિષ્ટતા તરફ, નીચે મુજબ, ધ્યાન ખેંચવાનું રહે છેઃ પ્રિય (Dear) - શબ્દનાં અધિકતાદર્શક(Comparative) અને શ્રેષ્ઠતાદર્શક (Superlative) રૂપો આ બે રીતે બને છે :
Positive comparative Superlative પ્રિયઃ प्रियतरः
પ્રિયતમ: પ્રિયઃ (pયણ)
(8:) અહી, પ્રિય-શબ્દનાં આ બધાં રૂપોમાંથી, વિષયના અનુસંધાનમાં પ્રેયાન-રૂપ પ્રયોજાયું છે, જ્યારે માત્માના સંદર્ભમાં પ્રિયતમ-રૂપ પ્રયોજાયું, - એ નોંધપાત્ર છે. આવો વ્યાકરણગત-પ્રયોગ પણ માત્માનાં સર્વપ્રિયપણાં તરફ, અત્યંત-પ્રિયપણાં તરફ નિર્દેશ કરે છે. (૧૦૮)
અનુવાદ – વિષય, એની મેળે, પ્રિય થતો નથી, પરંતુ આત્માનું પ્રયોજન તે સારે છે, એ કારણે પ્રિય છે; જ્યારે આત્મા તો, સ્વયમેવ સૌથી વધુ પ્રિય હોય છે. (૧૦૮)
ટિપ્પણ – આમ તો, “વિષય” અને “આત્મા', – એ બંનેનાં સ્વરૂપો જ એટલાં બધાં આત્યંતિક રીતે ભિન્ન છે કે એ બંનેની પરસ્પર-તુલના, એકબીજા સાથે સરખામણી જ નિરર્થક બની જાય છે : એ બેમાંનું એક(“વિષય”) તદન નિમ્નકક્ષાનું છે, જ્યારે બીજું(“આત્મા'), માત્ર ઉચ્ચ-કક્ષાનું જ નહીં, પરંતુ સર્વોચ્ચ-કક્ષાનું છે. આમ છતાં, મોક્ષપ્રાપ્તિના અનુસંધાનમાં કશી ગેરસમજૂતી ન બને, એ હેતુથી અહીં ગ્રંથકારે એ બંને વચ્ચેની એક સ્પષ્ટ, ભેદ-રેખા દોરી છે - તે આ રીતે :
પ્રિય' તો એ બંને, - વિષય અને આત્મા, - હોય છે; પરંતુ એ બંનેનાં પ્રિયત્વ' (પ્રિય હોવા)નાં પ્રયોજનોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા જેવું છે. “વિષય” શા માટે પ્રિય બને છે ? એનું પ્રયોજન શું? જવાબ : માત્માર્થવેન, “આત્મા”નું પ્રયોજન તે (“વિષય”) સારે છે, તેથી જ, તે એક જ કારણે. આમ ન હોત તો, એટલે કે “આત્માનું પ્રયોજનપણું તે જો સિદ્ધ ન કરતો હોત તો, “વિષય” કદી પણ, કોઈને પણ પ્રિય ન બન્યો હોત ! આમ, “વિષયના” પ્રિયત્વની આધારશિલા (Foundation stone) જ “આત્મા” છે, એનું અસ્તિત્વ જ “આત્મા” પર અવલંબે છે !
જ્યારે, “આત્મા” ? એ તો માત્ર પ્રિય હક પ્રયા) જ નહીં, પ્રિયતમ છે, અને તે પણ કોઈ મર્યાદા વિના, કોઈ શરત વગર, એની મેળે, આપોઆપ, સ્વયમેવ ! એનું આ “પ્રિયતમપણું તો સ્વાભાવિક, નિર્મર્યાદ, બિનશરતી(Unconditional) છે !
૨૦૮ | વિવેકચૂડામણિ