________________
પ્રમાણે બન્યું હતું !” (તિ હૈં ઞસ 1), છતાં આપણા ભારતીય દર્શનના અને સંસ્કૃતિના ઇતિહાસમાં, યાજ્ઞવલ્ક્ય જેવા તપઃસિદ્ધ મહર્ષિઓએ નિરૂપણ કર્યું જ છે કે “આત્મા સદા-આનંદ-સ્વરૂપ છે.” આ થયો ઇતિહાસ.
ચર્ચાનો વિરોધ કરી રહેલો પેલો પૂર્વપક્ષ પણ, આચાર્યશ્રીએ, એટલે કે સિદ્ધાંતીએ, રજૂ કરેલાં ઉપર્યુક્ત ચાર “પ્રમાણોની' સામે કશું બોલી શકે તેમ નથી : એ પણ મૂક બનીને, આચાર્યશ્રીના આ સિદ્ધાંતને સ્વીકારી લે છે કે આત્મા સદાસર્વદા, આનંદસ્વરૂપ છે, એટલું જ નહીં પણ તેને કદી પણ દુઃખ હોતું નથી. શ્લોકનો છંદ : અનુષ્ટુપ; અને આ અનુષ્ટુપને અહીં ત્રણ લીંટીઓ અને છ ચરણોમાં રજુ કરવામાં આવ્યો છે, તે નોંધપાત્ર છે. (૧૯)
૧૧૦ अव्यक्तनाम्नी परमेशशक्ति
-रनाद्यविद्या त्रिगुणात्मिका परा ।
कार्यानुमेया सुधियैव माया
यया जगत् सर्वमिदं प्रसूयते ॥ ११० ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
અવ્યક્તનાની પરમેશશક્તિ
-
-રનાધવિદ્યા ત્રિગુણાત્મિકા પરા |
કાર્યાનુમેયા સુધિચૈવ માયા
થયા જગત્ સર્વમિદં પ્રસૂયતે ॥ ૧૧૦ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :- અવ્યહનાની ત્રિશુળાત્મિા અનાવિ (૪) અવિદ્યા (થા), પરમેશશક્ત્તિ: પદ્મ (અસ્તિ), યયા (૬), રૂર્વ સર્વ નાત્ પ્રસૂતે, (સા) સુધિયા વ ાર્યાનુમેયા ‘માયા' (કૃતિ ઉન્મત્તે) ॥ ૧૧૦ ॥
શબ્દાર્થ (યા) પરમેશશત્તિ: (મસ્તિ) - પરમેશ્વરની જે એક શક્તિ છે; પરમેશ્વરની એક શક્તિનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. એ ‘શક્તિ' કેવી છે ? જોઈએ એનાં વિશેષણો : સૌપ્રથમ તો, એ શક્તિ પશુ, - એટલે કે અતિ-ઉચ્ચ, સર્વોચ્ચ છે, Highest, greatest, best, principal, most eminent, superior, એવી ઉત્કૃષ્ટ પ્રકારની છે. બીજું, એનું નામ ‘અવ્યક્ત’ છે(અવ્યત્તનાની). ‘વ્યક્ત’ એટલે તે, જે સ્પષ્ટ છે, દેખાય છે, જાણી શકાય છે,
-
જે - Manifest, clear, clearly visible છે; આ શક્તિ એવી નથી પણ અવ્યક્ત છે, ગૂઢ છે, રહસ્યાત્મક છે; ત્યારપછી, ત્રીજું, એ ‘અનાદિ’ છે. ‘આદિ’ એટલે આરંભ, શરૂઆત (Beginning), - જે ક્યારે શરુ થઈ, એની જ કોઈને જાણ ૨૧૪ / વિવેકચૂડામણિ