________________
ખાંડવ(વન)દહનમાંથી બચી જનાર શિલ્પીશ્રેષ્ઠ એવા મયદાનવે, કૃતજ્ઞ બનીને, શ્રીકૃષ્ણની સૂચના પ્રમાણે, ઇન્દ્રિપ્રસ્થમાં પાંડવો માટે એક અદ્ભુત “સભા”ની રચના કરી, જેમાં પ્રવેશ્યા પછી દુર્યોધનને જળનાં ઠેકાણે સ્થળ દેખાયું અને સ્થળની જગાએ જળનું દર્શન થયું. ત્યારે દ્રૌપદીએ તેનો ઉપહાસ કરતાં મ્હેણું માર્યું કે “આંધળાંનાં સંતાનો તો આંધળાં જ હોય ને !”,
બસ, થઈ રહ્યું ! દુર્યોધને આ વચનો માત્ર ‘સાંભળ્યાં,' કાનથી ફક્ત ‘શ્રવણ’ કર્યાં, એનાં, - “શબ્દ”-રૂપી એ વિષયમાંથી વેરની જ્વાળા એટલી વિનાશક બની કે ૧૮ અક્ષૌહિણી-સેના-વાળા એ કુરુક્ષેત્ર-યુદ્ધને અંતે, માત્ર ૧૦ જ વ્યક્તિઓ સિવાય, કોઈ જ ન બચ્યું !
કારણ ? દ્રૌપદીનાં વચનોનું માત્ર ‘શ્રવણ’ (“શબ્દ”) !
સીતા-સ્વયંવર વખતે ઉમેદવાર તરીકે હાજર રહેલા રાવણે સીતાનું “રૂપ” જોયું અને એના વડે એ એવો લુબ્ધ બની ગયો કે, સીતાનું તેણે અપહરણ કર્યું, જે, અંતે, રામ-રાવણનાં અજોડ યુદ્ધમાં પરિણમ્યું, સીતાના લંકાનિવાસનાં કારણે, પ્રજાજનોએ સીતાનાં ચારિત્ર્ય વિરુદ્ધ ‘આળ’ ઊભું કર્યું, રામે નિર્દોષ સીતાનો ત્યાગ કર્યો અને અશ્વમેધ-યજ્ઞને અંતે સીતા ધરતીમાતામાં સમાઈ ગઈ અને રામસીતાનાં જીવનમાં, વજ્ર જેવાં, કઠોર કાળજાંવાળાં કોઈ પણને રડાવી દે, એવી એક ‘કરુણાંતિકા’(Tragedy) સર્જાઈ ગઈ !
કારણ ?
માત્ર એક જ : સીતાનું “રૂપ !”
“શબ્દ” વગેરે ‘વિષયો'ની સર્વવિનાશકતાનાં સમર્થન માટે, “મહાભારત”“રામાયણ' જેવાં વિશ્વપ્રસિદ્ધ મહાકાવ્યો કરતાં વધારે પ્રતીતિજનક બીજાં કયાં ઉદાહરણો હોઈ શકે ?
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૭૯)
८०
विषयाशामहापाशाद्यो विमुक्तः सुदुस्त्यजात् ।
स एव कल्पते मुक्त्यै नान्यः षट्शास्त्रवेद्यपि ॥ ८० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વિષયાશામહાપાશાઘો વિમુક્તઃ સુદુસ્ત્યજાત્ 1
સ એવ કલ્પતે મુથૈ નાન્યઃ ષાસ્રવેદ્યપિ II ૮૦ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :- સુકુત્સ્યનાત્ વિષયાશામહાપાત્ ય: વિમુ: (અસ્તિ), સ: વ મુથૈ પતે, પાર્શ્વવેવી અન્ય: (:) અપ (મુê) ન (પતે) || ૮૦ II
શબ્દાર્થ :- વિષય-ઞાશા-મહાપાશાત્ - વિષયોની આશાનાં મહાબંધનમાંથી; ૧૬૨ / વિવેકચૂડામણિ