________________
શ્લોકનો ગદ્ય અન્વય- અનાદિ-વિદા-કૃત–વશ્વમોક્ષ નૃત્ય પાર્થ અવે (ઃ રેહા, તો મનુષ્ય પોષળ : (મનુષ્ય:) અનુક્ષ સાતે, સ: (મનુષ્ય) અને (ત કૃત્યેન) 7િ | ૮ | શબ્દાર્થ - શ્લોકનું મુખ્ય વાક્ય છે : : (મનુષ્ય:) મન (તસ્ય કૃત્યેન)
તે મનુષ્ય, તેના આ કૃત્યથી, આમ કરવાથી, પોતાની જાતની જ હત્યા કરે છે. ક્યો મનુષ્ય ? : (મનુષ્ય:) મયં (૧ઃ હા, ત) મનુષ્ય પોષ અનુક્ષM સન્નતે ! આ દેહ કે જે બીજાના ઉપયોગ માટે છે, જે પારકાના ઉપભોગ માટે છે, તેનાં પોષણમાં, તેને ટકાવી રાખવાની પળોજણમાં, પ્રતિક્ષણ (અનુક્ષ). રચ્યોપચ્યો રહે છે, લાગ્યો રહે છે, રત-મગ્ન રહે છે ( તે), તે મનુષ્ય (સ: મનુષ્ય:); તેનું શું થાય છે ? : મન(તી ચેન) 4 (માત્માનં) હન્તિ, તે પોતે પોતાની જાતને જ હણે છે.
પરંતુ તે પહેલાં, તે પોતાનું કયું કર્તવ્ય-કર્મ છોડી દે છે ? (કૃત્ય) ક્યાં કર્તવ્ય-કર્મનો પરિત્યાગ કરે છે ? (દ્વિત્ય). ૩ દ્રિ-વિદ્યા--વધૂમોક્ષ વત્ 9 (ર્તવ્યમ) - અનાદિ એવી અવિદ્યાનાં કારણે ઉત્પન્ન થયેલાં (કૃત) બંધનમાંથી મુક્તિ મેળવવારૂપી કૃત્યને, તે બંધનમાંથી છૂટવારૂપી (વધમોક્ષ કૃત્ય) કર્તવ્ય-કર્મને ત્યજીને (પરિહ્ય) (૮૫)
અનુવાદ : - અનાદિ અવિદ્યાનાં કારણે ઉત્પન્ન થયેલાં બંધનમાંથી મુક્ત થવા રૂપી પોતાનાં કર્તવ્ય-કર્મનો ત્યાગ કરીને, પારકાંઓના ઉપભોગ માટે આ જે (ધૂળ) શરીર છે, તેનાં પોષણમાં જે મનુષ્ય સતત) રચ્યોપચ્યો રહે છે, તે મનુષ્ય તેનાં) આ કૃત્યથી પોતે પોતાની જાતને જ હણે છે.(૮૫).
ટિપ્પણ – વેદાન્ત-દર્શન પ્રમાણે, “બ્રહ્મ” એવાં પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરાવે એ જ સાચી “વિદ્યા"; આ સિવાયની બધી, ‘તથા-કથિત' (so-called) વિદ્યાઓ, એટલે “અવિદ્યા", માત્ર નામની જ, “શોભાના ગાંઠિયા જેવી વિદ્યા !” વળી, સંસારમાંની આ અવિદ્યા “અનાદિ (અનુ-આદિ) છે, સંસારનું સર્જન થયું તે પહેલાંથી, અનેક યુગોથી, પરંપરાગત રીતે, ચાલી આવે છે. અને જેનું નામ જ “અવિદ્યા' (અ-વિદ્યા, સાચી વિદ્યા નહીં તે) છે તે, એનું સેવન કરનાર મનુષ્યને, સંસારનાં બંધનમાં જકડવા સિવાય બીજું શું કામ કરે ? હકીકતમાં. એનું સ્વભાવગત કામ જ એ છે. એટલે સાધક, જો તે સાચો મોક્ષાર્થી હોય, મુમુક્ષુ હોય તો, સૌપ્રથમ તેણે પેલી અનાદિ અવિદ્યાએ ઉત્પન્ન કરેલાં બંધનમાંથી મુક્ત થવું જ રહ્યું. મૃત્યુ પછી મળનારી પેલી શાશ્વત મુક્તિની વાત તો ત્યારપછીની છે. ટૂંકમાં, સાધકનું સૌપ્રથમ કર્તવ્ય-કર્મ (Bounden duty) જ આ છે.
હવે, આ કર્તવ્ય-કર્મનો પરિત્યાગ કરીને (પરિહૃત્ય), કોઈ મનુષ્ય પોતાનાં, પંચમહાભૂતનાં બનેલાં, આ સ્થળ શરીરનાં પોષણ-રક્ષણની, લાલન-પાલનની ક્ષુલ્લક પ્રક્રિયામાં જ પ્રતિક્ષણ, સતત, લાગ્યો રહે, રચ્યા-પચ્યો રહે તો, તે એક
વિવેક ચૂડામણિ | ૧૭૧