________________
૬૬
अकृत्वा शत्रुसंहारमगत्वाखिलभूश्रियम् । राजाऽहमिति शब्दान्नो राजा भवितुमर्हति ॥ ६६ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
અકૃત્વા શત્રુસંહારમગત્વાખિલભૂશ્રિયમ્ । રાજાડહમિતિ શબ્દાન્નો રાજા ભવિતુમહંત ॥ ૬૬ || શ્લોકનો ગદ્ય અન્વય :- શત્રુસંહાર અત્વા, વિતમૂશ્રિયં આપવા; (વાં) ‘અહં રાના' કૃતિ શબ્દાત્, રાના મવતું નો અતિ ॥ ૬૬ ॥
શબ્દાર્થ :- શત્રુસંહાર અન્ના - શત્રુઓનો સંહાર કર્યા વિના; અદ્વિત
એટલે આખી, સમગ્ર, સમસ્ત; ક્રૂ એટલે પૃથ્વી; શ્રિયં - સંપત્તિ, લક્ષ્મી, ધનદોલત; ઞાત્વા પ્રાપ્ત કર્યા વગર : સમસ્ત પૃથ્વીની સંપત્તિ પ્રાપ્ત કર્યા વિના; ‘અહં રાના' રૂતિ શબ્દાત્ -‘હું રાજા છું’ - એવું માત્ર શબ્દોચ્ચારણ કરવાથી, રટણ કર્યા કરવાથી; રાના વિતું નો(ન-૩) અતિ રાજા બનવાની યોગ્યતા આવતી નથી, રાજા બનવા લાયક થઈ શકાતું નથી. (૬૬)
-
અનુવાદ :← શત્રુઓનો સંહાર કર્યા વિના, સમસ્ત પૃથ્વીની સંપત્તિ પ્રાપ્ત કર્યા વગર, (માત્ર) ‘હું રાજા છું' - એવું રટણ કર્યા કરવાથી, રાજા બનવાની પાત્રતા મળી શકતી નથી. (૬૬)
=
ટિપ્પણ :– સાધકનું એકમાત્ર જીવન-ધ્યેય છે, - મોક્ષપ્રાપ્તિ. આ ધ્યેયને સંપન્ન કરવાની જેટલી પૂર્વશરતો હોય, તેને પરિપૂર્ણ કરવી અનિવાર્ય છે, એ હકીકત પર, આચાર્યશ્રીએ, અહીં, વધારાનું એક ઉદાહરણ આપીને, ભાર મૂક્યો છે :
એક વ્યક્તિને સમસ્ત પૃથ્વીનો ચક્રવર્તી રાજા બનવું છે, એટલે એ ભાઈ, આ માટે, બીજો કશો ય પુરુષાર્થ કર્યા વગર, પોતાનાં નિવાસમાં, બસ, “હું રાજા છું”, - એ વાક્યનો માત્ર જાપ જ જપ્યા કરે, એવું ફક્ત શબ્દોચ્ચારણ જ કર્યા કરે, રટણ જ કર્યા કરે તો, રાજા તરીકેની એની નિમણૂંક (Appointment)નો પત્ર (Document), સામેથી રટણ-મગ્ન એ વ્યક્તિના ખોળામાં, આવીને પડવાનો હતો ?
સિંહ ભૂખ્યો થયો, પણ એ તો પોતાની જગ્યાએ સૂતો જ પડ્યો રહ્યો, તો શું હરણાં એનાં મોંમાં, સામેથી, પોતાની મેળે, આવીને પડવાનાં હતાં ? માત્ર મનોરથ જ સેવ્યા કરવાથી, કોઈ જ કાર્યો, કદી પણ સિદ્ધ થતાં નથી. मनोरथेन कार्याणि न सिध्यन्ति कदाचन । न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥
ભૂખ ભાંગવી જ હોય તો, સિંહે, ઊંઘ-આરામ છોડીને, જંગલમાં રખડવું પડે, શિકાર શોધવો પડે, હરણાંઓને પકડીને હણવાં પડે !
૧૩૮ | વિવેકચૂડામણિ