________________
આચાર્યશ્રીએ અહીં “જવાબ”, “અધ્યાહાર રાખ્યો છે, - એમ સમજીને કે, “બુદ્ધિશાળી” એવો મનુષ્ય, પોતાની મેળે, “જવાબ' નહીં મેળવી લે તો, - એના માટે તો “વિનાશ’ નક્કી જ છે !
અહીં પણ આચાર્યશ્રીએ “મનુષ્ય માટે “ના” શબ્દ પ્રયોજ્યો છે. એ યાદ રાખવા જેવું છે. (૭૮)
અનુવાદ :- હરણ, હાથી, પતંગિયું, માછલું અને ભ્રમર, - એ પાંચ, “શબ્દ” વગેરે પાંચ વિષયોમાંથી પોતપોતાના ગુણ-અનુરાગનાં કારણે (ફક્ત એકએક પ્રત્યે) આસક્ત થવાથી મત્યુ પામે છે, (તો પછી) પાંચ-પાંચ વિષયો પ્રત્યે આસક્ત થનાર મનુષ્ય માટે તો કહેવું જ શું ? (૭૮)
ટિપ્પણ - મોક્ષાર્થી સાધક સમક્ષ અહીં આચાર્યશ્રીએ માનવ-સહજ નિર્બળતા પ્રત્યે ધ્યાન દોર્યું છે અને વિષયવાસનાની નિંદા કરી છે, અને આ માટે તેમણે જે ઉદાહરણ આપ્યું છે, તે સંપૂર્ણરીતે અસરકારક અને પ્રતીતિજનક છે.
હરણને ફસાવવા માટે શિકારી વાંસળી જેવું વાજિંત્ર વગાડે છે, બિચારું હરણ એનાથી આકર્ષાઇને, અવાજ(“શબ્દ”)ની દિશામાં દોડે છે અને શિકારીના હાથમાં જઈ પડે છે;
હાથણીનો સમાગમ પામવા, એના પ્રત્યેના “સ્પર્શની લાલસાથી, હાથી ભાન ભૂલી જાય છે, ગાંડો-ઘેલો બનીને, પાંદડા-ડાળખાંની નીચે ખોદવામાં આવેલા ખાડામાં પડે છે અને શિકારીઓના હાથમાં પકડાઈ જાય છે;
દીવાનું અજવાળું જુએ અને પતંગિયું એના “તેજ”માં આસક્ત બની જાય છે, દીવાની એ જ્યોત(“રૂપ”)જ એના માટે વિનાશ બની રહે છેઃ
જળાશયમાં ફેકેલા ખાદ્ય પદાર્થોના સ્વાદ માટે, એને ખાવા માટે, માછલાંની જીભ લબકારા માંડવા શરૂ કરે છે, અને આ “સ”માં લુબ્ધ બનેલું માછલું, શિકારીએ તૈયાર રાખેલા લોઢાના અણીદાર આંકડા(Hook)માં ભરાઈ જાય છે અને જીવ ગુમાવે છે;
અને ભમરો ? કમળની “સુગંધથી આકર્ષાય છે, પુષ્પમાં રહેલા મધનાં પાનમાં એવો મગ્ન બની જાય છે કે સૂર્યાસ્ત થતાં, સાંજે, કમળની પાંખડીઓ બંધ થતાં, એ જ કમળમાં એ કેદ થઈ જાય છે !
પરંતુ આ બધાં, પાંચ-પાંચ, તો બિચારાં નીચલી કોટિનાં પશુ-પંખીઓ છે; વિવેકબુદ્ધિ અને વિચારશક્તિથી વંચિત છે, પેલા પાંચ વિષયોમાંથી માત્ર એક જ વિષયવાસનાની નિર્બળતાનો ભોગ બનેલાં છે અને છતાં એ નબળાઈને કારણે ખુવાર થાય છે અને પોતાનાં મોતને નોતરે છે.
તો પછી, પાંચ-પાંચ વિષયવાસનાની નિર્બળતાઓ ધરાવનાર મનુષ્યની બાબતમાં તો કહેવું જ શું? મુિત ? જિં પુન: ? વિમુત-શબ્દ પરથી રચાયેલા
વિવેકચૂડામણિ | ૧૫૯