________________
ટૂંકમા, મન - ધાતુનો મૂળભૂત અર્થ(વિચારવું, ચિંતન કરવું, રટણ કરવું, મનમાં એક જ વિચારને બરાબર વાગોળવો વગેરે અર્થ, Process of deep thinking)ને પૂરેપૂરો ક્રિયાવિત કરવો, તે પ્રક્રિયા એટલે “મનન”.
હવે આવે છે, “અંતરંગ” સાધનોનો અંતિમ અને ઉત્તમ તબક્કો, - “નિદિધ્યાસન”. આ નિદિધ્યાસન' પણ આમ તો, ધ્યાન (Meditation, Contemplation) જ છે, પરંતુ ધ્યાનની પ્રક્રિયા જ્યારે પરાકાષ્ઠા(Climax, Culmination)એ પહોંચી જાય ત્યારે, સાધકનાં ચિત્તમાં, ધ્યાતા” (ધ્યાન ધરનાર),
ધ્યેય” (ધ્યાનનો વિષય, ધ્યાનનું કેન્દ્રબિંદુ) અને ધ્યાન” (ધ્યાનની પ્રક્રિયા), - એ ત્રણેયની કશી જ સભાનતા રહેતી નથી, એટલું જ નહીં પરંતુ ધ્યાતા' પોતે
ધ્યેયમાં, એટલે કે એનાં પ્રાપ્તવ્ય-મંતવ્ય સમાં પરમતત્ત્વમાં લીન થઈ જાય છે, એમાં એ Merge થઈ જાય છે, એનું કશું જૂદું અસ્તિત્વ રહેતું જ નથી : આ જ સાક્ષાત્કાર, આ જ અપરોક્ષાનુભૂતિ, આ જ નિર્વિકલ્પ મોક્ષ, આ જ નિર્વાણ.
અને પંચમહાભૂતના આ દેહે જ, સદેહે, આ લોકમાં જ, આવી મુક્તિ મેળવનારને “જીવન્મુક્ત' કહેવામાં આવે છે. મનુષ્યજીવનના પરમ અને ચર એવા ચોથા પુરષાર્થ, - “મોક્ષ' માટે પછી, એને મૃત્યુની રાહ જોવાની રહેતી નથી : રાજા જનક આવા એક “જીવન્મુક્ત” હતા. - હવે નિર્વાણ' શબ્દને સમજી લઈએ : “મોક્ષ માટેનો આ પારિભાષિક શબ્દ છે, - બૌદ્ધ જૈન દર્શન પ્રમાણે. આ શબ્દની રચના જરા રસ પડે તેવી છે : નિવા, ઓલવાઈ જવું; દીવો બળતો હોય, અને પવનના કારણે તે ઓલવાઈ
જાય ત્યારે, એમ કહેવાય કે - ટીપ: નિર્વત: “દીવો ઓલવાઈ ગયો !” “દીવાનું નિર્વાણ થયું !” મનુષ્યનું અવસાન થાય ત્યારે, એનો જીવન-દીપક ઓલવાઈ જાય છે, એ પણ “નિર્વાણ' જ કહેવાય; પરંતુ શ્રીશંકરાચાર્યના પેલા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું છે તેમ, નિયતિ(Destiny)ના નિયમ પ્રમાણે, તે પુનર્જન્મ પામે છે, ફરીથી તે જન્મે છે :
पुनरपि जननं, पुनरपि मरणं
पुनरपि जननीजठरे शयनम् । - ટૂંકમાં, તે જન્મ-મરણની સતત ચાલતી ઘટમાળમાં અટવાતો રહે છે, એટલે એનો દીપક સંપૂર્ણરીતે “ઓલવાયેલો (નિર્વત) ન કહી શકાય. સાચું નિર્વાણ (Complete extinction of individual existence) તો તે જ, જેમાં જીવનાં અસ્તિત્વનો દીવો પૂરેપૂરો ઓલવાઈ ગયો હોય. Completely extinguished, final liberation or emancipation from matter and union with the supreme spirit, highest felicity, etranal bliss, Perfect and perpetual Repose.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૨)
વિવેકચૂડામણિ | ૧૪૯