________________
:
રોગ અને રોગ-નિવારણનાં ઉપાયોનું એક રૂપક યોજ્યું છે ઃ માંદા માણસે, વૈઘે, સાજા થવા માટે, આપેલી દવા પીધી નહીં, પરંતુ દવાનાં નામ(‘ક્વિનાઈન')નું સતત રટણ જ કર્યા કર્યું, એનાથી એનો રોગ કદી નાબૂદ ન થાય. અહીં, સાધકને સંસારનાં બંધનોમાંથી મુક્તિ મેળવવી છે; એટલે એને સદ્ગુરુ-શરણ, સાધન-ચતુષ્ટય જેવી પ્રક્રિયા, ચિત્તશુદ્ધિ, ચિંતન-મનન-નિદિધ્યાસન વગેરે અંતરંગ સાધનો અને આ સર્વ મારફત બ્રહ્મનો સાક્ષાત્ અનુભવ મેળવવાની સૂચના કરવામાં આવી; પરંતુ તેણે તો આવી કશી ભાંજગડમાં પડ્યા વિના, એટલે કે બ્રહ્મની સાક્ષાત્ અનુભૂતિ, બ્રહ્મનો સાક્ષાત્ અનુભવ, બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા વિના, બસ, ‘બ્રહ્મ' એ શબ્દનું રટણ જ કર્યા કર્યું ! એથી શું વળે ? મુક્તિ તો તેટલી
‘બ્રહ્મ’ જ દૂર !
ટૂંકમાં, મુક્તિ માટે તો, સાધકે પોતે જ, બ્રહ્મનો સીધેસીધો, અપરોક્ષ, સાક્ષાત્ Direct, અનુભવ, સાક્ષાત્કાર કરવો રહ્યો ! વિદ્યારણ્ય-સ્વામીએ આ જ વાતને, એક -જૂદું જ છતાં સચોટ ઉદાહરણ આપીને, આ રીતે સમજાવી છે :
-
मुक्तिस्तु ब्रह्मतत्त्वस्य ज्ञानादेव न चान्यथा ! स्वप्रबोधं विना नैव स्व-स्वप्नो हीयते यथा ॥
પંચદશી’ ૬,૨૧
મને રાત્રે ઊંઘમાં કશુંક સ્વપ્ન આવ્યું, એ સ્વપ્ન મારું પોતાનું હતું, મારે એને ટાળવું છે, એમાંથી છૂટવું છે, તો એના માટે એક જ ઉપાય : મારે પોતે જાતે જ ઊંઘમાંથી જાગી જવું જોઈએ, બીજાનાં જાગવાથી કંઈ મારું સ્વપ્ર ન ટળે ! એ જ રીતે, મુક્તિનો પણ એક જ ઉપાયઃ બ્રહ્મતત્ત્વનું જ્ઞાન સાધકે પોતે જ પ્રાપ્ત કરી લેવું, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
શ્લોકનો છંદ : ‘અનુષ્ટુપ' (૬૪) ૬૫
-
अकृत्वा दृश्यविलयमज्ञात्वा तत्त्वमात्मनः ।
बाह्यशब्दैः कुतो मुक्तिरुक्तिमात्रफलैर्नृणाम् ॥ ६५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અકૃત્વા દેશ્મવિલયમજ્ઞાત્વા તત્ત્વમાત્મનઃ । બાહ્યશબ્દઃ કુતો મુક્તિરુક્તિમાત્રફલૈનૃણામ્ ॥ ૬૫ |
શ્લોકનો ગદ્ય અન્વય :- દૃવિનય અા, આત્મનઃ તત્ત્વ અજ્ઞાત્વા, ઉત્તિમાત્ર-ણૈ: વાઘશનૈઃ તૃળાં મુત્તિ: વુત? | ૬ ||
શબ્દાર્થ :– મુખ્ય વાક્ય છે, - તૃળાં મુક્ત્તિ: ત:? મનુષ્યોની મુક્તિ ક્યાંથી થાય ? માણસોનો મોક્ષ કેમ કરીને થાય ?
કેમ, એમાં શો વાંધો આવ્યો ?
૧૩૬ / વિવેકચૂડામણિ