________________
ટૂંકમાં, “વખરી'-વાણીમાં શબ્દો વધારે અને અર્થ ઓછો હોય; તળપદી ભાષામાં “ધાણીફૂટ વાણી”. આ કારણે જ, વૈવી શનિષ્પત્તિઃ - એવી એની વ્યાખ્યા થઈ હશે. એકંદરે એમ કહેવાય છે કે મનુષ્યો બોલે છે તે વાણી એટલે “વૈખરી”. શબ્દરી – અવિચ્છિન્ન શબ્દપ્રવાહ, શબ્દનું અણઅટક્યું સદાવ્હેતું ઝરણું; શાત્રવ્યારાનøૌશનમ્ - શાસ્ત્રો પર વ્યાખ્યાન આપવાની કુશળતા, નિપુણતા, ચતુરાઈ, વિદ્વત્તા, પંડિતાઈ; વિદુષો – વિદ્વાનોની, પંડિતોની; વૈદુષ્ય - વિદ્વત્તા, વિદ્વાનપણું, મુજી - ભોગ માટે, ઉપભોગ માટે, મજા-આનંદ માટે; તુ મુp - પરંતુ મોક્ષ આપવા માટે નહીં. મુક્તિ માટે નહીં. (૫૯-૬૦)
અનુવાદ :– (જેવી રીતે) વીણાના દેખાવની સુંદરતા અને એના તારને વગાડવાની કુશળતા લોકોનું મનોરંજન કરવામાં ઉપયોગી થાય, પરંતુ તેથી કંઈ સામ્રાજ્ય ન મળી જાય; (તેવી જ રીતે, “વૈખરી” વાણી, (માત્ર) શબ્દોનો અસ્મલિત પ્રવાહ, શાસ્ત્રો પર વ્યાખ્યાન આપવાની હોશિયારી અને વિદ્વાનોની વિદ્વત્તા, - આ બધું (સામાન્ય મનુષ્યોને) રીઝવવામાં ખપ લાગે, (પરંતુ) મુક્તિ મેળવવામાં નહીં. (૫૯-૬૦).
ટિપ્પણ - વિણા એક સરસ-સુંદર તંત-વાદ્ય છે, પરંતુ એનાં રૂપ-સૌન્દર્ય અને એ કુશળતાપૂર્વક વગાડવામાં આવે તે સમયનું એનું નાદ-માધુર્ય કંઈ સામ્રાજ્યપ્રાપ્તિમાં ઉપયોગી બની શકે ? એનું સંગીત સમાપ્ત થાય, એટલે એની સાર્થકતા પણ એ જ સમયે સમાપ્ત ! આથી વિશેષ એનો કશો જ મહિમા નહીં ! Thus far and no further !
બસ, એવું જ શબ્દ અને વાણીનું : કાને પડ્યાં, સાંભળ્યાં, એટલે વાત પૂરી થઈ ગઈ ! શાસ્ત્રોની બહુશ્રુતતા (Well-readness), વિદ્વત્તા, પાંડિત્ય, વ્યાખ્યાનકુશળતા, - એ બધાં પણ, મુગ્ધ મનને, થોડો સમય પ્રભાવિત કરી શકે, પરંતુ મોક્ષપ્રાપ્તિના માર્ગમાં મદદરૂપ થવાનું એવું કશું ગજું નહીં ! • અને એમાંયે, આપણી, - સામાન્ય મનુષ્યની, - વાણી એટલે તો વૈખરી, - જેમાં શબ્દ-બાહુલ્ય અને શબ્દ-ચાતુર્યનો જ ઠાઠ ! ભલે, આપણાં શાસ્ત્રોમાં શબ્દને “બ્રહ્મ'નો હોદો (status) અપાયો હોય, પરંતુ ખરેખર જ્યારે તે “બ્રહ્મ'નો સંપર્ક કરવાનું “સાહસ” કરે છે ત્યારે તો તેને, મનની સાથે, વિલે મોઢે, ભૂંડે હાલે, હીરો ઘોઘે જઈ આવ્યાની જેમ, નિરાશ-નિષ્ફળ થઈને, ત્યાંથી પાછાં ફરવાની જ ફરજ પડે છે ! :
તો વાવો નિવર્તિને અાપ્ય મનસા સદા (તૈત્તિરીય-ઉપનિષદ)
અને મુંડક-ઉપનિષદ તો ચોકખું જ સંભળાવી દે છે કે આ આત્મા, એટલે કે બ્રહ્મ, પરમાત્મા, પ્રવચનો વડે કંઈ પામી શકાતો નથી :
નાયમાત્મા પ્રવદન નાખ્યા . (૩, ૨, ૩)
વિવેકચૂડામણિ | ૧૨૯ ફર્મા - ૯