________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
એ અંજન દીવસમાં એક વખત આંજવું. પણ એક મહીનામાં લાગલગાટ ત્રણ દીવસજ જ્યાં પછી આંજવું નહીં.
ઈલાજ ૧૦ મો. સફેદ મરીના દાણા ૭ (વાટી વસ્ત્રગાળ કરવા.) માખણ ગાયનું... ... ... ... તલા ૩ શાકર ..... ... ... ... ... ... તોલે ૧.
એ ત્રણે ચીજને સાથે મેળવી દરોજ સવારમાં નરણે કોઠે ખાવાથી ગરમી દુર થશે ને આંખે દેખાશે.
ઈલાજ ૧૧ મો. ખાટાં લીંબુ કાગદી પાકેલાં મોટાં નંગ ૪ લઇને, તે દરેક ઉપર માખણ તાજું ગાયનું તેલ વા કાચની સળી વડે ચેપડવું. પછી તે લીબુઓને, કાચના મોટા એક આટલામાં પાણી શેર ૫ નાંખી તરતાં મુકવાં ને બાટલાને બુચ મારી દિવસ ૯ સુધી લીબુ અંદર રહેવા દેવાં. નવમે દિવસે તે લીબુને પાણીમાંથી બહાર કહાડી, તે ઉપરનું માખણ કહાડી લેવું અને તે જ માખણ બીજાં પાકેલાં બીબુ નંગ ૪ ઉપર ઉપર મુજબ લગાડી પાણીનાં બાટલામાં મુકી ઓટલે બંધ કરો ને આઠ દીવસ રાખી નવમે દીવસે માખણ કહાડી લેવું. એ પ્રમાણે ૬ વખત
જુદાં જુદાં લીબુ લઈ તેનું તેજ માખણું પડયા કરવું. છેવટે તે માખણ એક કાચના બુચની શીશીમાં ભરી રાખવું ને રાતે સુતી વખતે કાચની સળીવડે જરા જરા આંખમાં તે પેહચે તેટલા દિવસ આંજ્યા કરવું. એથી આંખમાં તેજ આવશે ને માણસ બરાબર દેખાતે થશે.
For Private and Personal Use Only