________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
મટાડવા લીંબુનો રસ ચમચી ૧ થી ૪, એક ચમચા પાણીમાં મેળવી તેમાં જરા મીઠાસ નાખી પાવું, અથવા લેમનેડ વાઇન ગલાસ ૧ લઈ તેમાં લીંબુની ૧ ચીર નીચવીને પાવું. એ દરદ થાય ત્યારે ઉપરાઉપરી પગનાં ટેટાં ઉપર રઈ મુક્યા કરવી, જેથી આંકડાં આવતાં બંધ થશે.
કહોડના ઈલાજ. કારણ ભારે વસ્તુ ખાવાથી, ઝાઝે પીસાબ રોકવાથી, વધારે ખાવાથી, ઘણે તાય તથા તડકો ખાવાથી, દહાડે સુઈ રહેવાથી, તથા ઘણુ સ્ત્રીસંગથી, દહીં તથા ખારા તથા ખાટા પદાર્થો વધારે ખાવાથી, અને ઘણે શ્રમ કરવાથી એ રોગ થાય છે, અને એથી શરીરના હરકોઈ ભાગની ચામડી સફેદ થઈ જાય છે.
ઈલાજ ૧ લે. મુરદ સાગનાં પાંદડાં (એ પાંદડાં મુંબઇમાં ગાવાલીઆ તલાવયર ઇરાનીને ભાગ છે, ત્યાંથી મળે છે) તે નંગ ૭ તથા મરીના દાણા નંગ ૭ સાથે પથ્થરના પાટા ઉપર પીસીને માવા જેવાં બનાવીને તેની ગેળીઓ વટાણા જેવી બનાવવી; ને દરરોજ સવારે ૧ ગોળી ગળવી ને ઉપર પાણી પીવું, એથી હોડ મટી જશે.
ઈલાજ ૨ જે. સફેદ ગઉ કરણીનાં ઝાડ થાય છે જેના ઉપર સફેદ કુલ થાય છે, તે ઝાડને મુલઉં બેદી કહાડીને
For Private and Personal Use Only