________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
ઈલાજ ૨૧ મે. દીકામરી ઘઉં ના ભાર. મીઠી અખરોટની બીજ નંગ ૧
એ બેઉને પીસીને તેની ગળી વાળવી, ને સવારમાં દાતણ કરી એ ગોળી ઠંડા પાણી સાથે ગળી જવી. એથી પતનાં જેરથી માથું દુખતું હશે તે નરમ પડશે. તેમનાં પેટમાં કરમ થયા હશે, તેને પણ ફાયદો કરશે.
ઈલાજ ૨૨ મ. અફીણ તિલે વા. જાયફળ નંગ ૧. કેસર વાલ છે.
પહેલાં જાયફળને બે ચમચી ખાંડીમાં પથ્થરના પાટા ઉપર બધું ઘસી લેવું, ને કાચના બુચની સીસીમાં બધું રેડવું. તેમાં અફીણના ઝીણા ઝીણા આરીક કટકા કરીને નાખવા, તથા કેસર નાખવી ને ત્યાર પછી અરધી સીસી કલનવાટર તેમાં રેડવું, ને ખુબ તરેહથી હીલવીને રાખવી. એ પ્રમાણે બે થી ૩ દીવસ સુધી રહેવા દેવું, પણ દરજ દહાડામાં ૨ કે ૩ વખત એ સીસી હીલવ્યા કરવી. પછી તેમાં અફીણ ને કેસર અરાબર મળી ગયેલું માલમ પડે, ને ઉપર લખ્યા પ્રમાણે જ્યારે માથું દુખે ત્યારે કપાળ ઉપર લગાડવા લેવું.
એ દવા ઝેરી છે, વાસ્તે સંભાળથી વાપરવી ને હાથ તુરત ધોઈ નાખો.
ઈલાજ ૨૩ મો. માથું ઘણું જ દુઃખતું હોય, ફેર તથા ચકરી આવતી હોય, પેટ કમજ હાય, માથામાં તથા આખા શરીરમાં વાયુ ઘણેજ હય, પેટમાં વાયુના સાથી
વારેવારે દુઃખતું હોય તેના ઇલાજ.
For Private and Personal Use Only