________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ દાઝી (આતશ અથવા આગથી)
ગયેલાં માણસને સારું કિરવાના ઈલાજ.
ઈલાજ ૧ લે. સુકા કોપરાંની વાટીને અંગાસ્સાં બાળી તેની રાખને ઝીણા કપડાથી ચાળી કહાડી એક ખલમાં નાખવી ને તેમાં સેજું કોપરેલ નાખીને ખુબ ખલ કરવી; તે પછી દાઝેલી જંગા ઉપર પડવાથી સારું થઈ જશે.
ઈલાજ ૨ જે. કપરાંની સુકી વાટી ૧ તથા નળીઉં કાદવનું પકાવેલું લઈ બેઉને વાટવાં; ને પાણી સાથે મેળવી મલમ જે બનાવી દાઝેલી જગા ઉપર લગાડવાથી આરામ થશે.
ઈલાજ ૩ જે. દાઝેલી જગા ઉપર અને તેમ તાકીદે કેળના થડનું પાણી કાઢી ઉપરાઉપરી રેડવું જેથી બળતરા થશે નહીં; તેમજ તુરત સારૂ થશે; અને તેજ કેળને છુંદેલે ગાભે ઉપર બધી લે.
ઈલાજ ૪ થે. સાહી વેલાતી અથવા ગામઠી લઈ દાઝેલી જગા ઉપર તુરત લગાડવી. એથી અગન બળતી બંધ પડી છાગો ઉઠશે નહીં. તેમજ ફરીથી પણ અવારનવાર ચેપડયા કરવી.
For Private and Personal Use Only