________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
ઈલાજ ૩ જે પીપર નામનું ઝાડ જેને કાઠિયાવાડના લોકે પીપરીનું ઝાડ કરી કહે છે તે ઝાડની વડવાઈ એટલે તે ઝાડની ઉપર ને લટકતાં મુળી થાય છે તેને વડવાઇ કહે છે તે મુળીને આરીક કુટીને તેની લુગદી કરીને તે જે જગા ઉપર નાસુર પડયું હોય તેની ઉપર હડી બાંધવી. એથી નાસુરમાંથી પરું વગેરે જે નીકલતું હશે તે ચુસઈ જશે, અને પાકેલી જગને રૂઝવી નાખશે. લુગદી દરરોજ તાજી તાજી બનાવીને મુકવી.
ઈલાજ ૪ થે. સાટોડીનાં પાંદડાને છુંદી તેની લેવડી નાસુર ઉપર અવાર નવાર મુકવાથી રૂજ આવશે.
નાકમાં મેલના પોપડા બંધાયા હોય અને તેથી દમ લેવાની હરકત
થાય તેનો ઇલાજ.
ઈલાજ ૧ લો. હમજી હરડે ઝીણી નંગ ૧૨) ને પાણી શેર (તાલા ૧૦) માં ભીજવી તે વાસણ ઉપર જાજરો કપડાને કટકે બધી ઠંડી જગાએ આખી રાત મુકી રાખવું. ને સવારમાં તેમનું પાણુ હરડે હલાવ્યા વગર નીતરું ગાળી કહાડી નરણે કોઠે પીવું. પીનારની ખુશી હૈયે તે અંદર થોડી સાકર મેળવી પીવું એથી ફાયદો થશે.
For Private and Personal Use Only