________________
યુદ્ધવીર થયા, અને મહા તપસ્યા કરવાથી ધર્મવિર થયા; તે ત્રણે જગતની ગુરૂ શ્રી મહાવીર જયવંતા વર્તે. અહિં ‘વીરજિન” આ પદથી ૧ અપાયાપગમાતિશય, ૨ જ્ઞાનાતિશય, ૩ પૂજાતિશય અને ૪ વચનાતિશય આ ચાર અતિશય શ્રી વીર ભગવાનને વિષે છે એમ કહ્યું. હવે એક ગાથાએ કરી આ પુસ્તકના વિભાગ સંબંધી કહે છે.
- ( કૂદાઈ. ) રિ–ત્તિ-ઉદ-ચરમ-સી-ઉછર–નવા-વારાણું છે. auruprદા, રવિણ મજાતિ ૨ //
- ભાવાર્થ-૧ દિનકૃત્ય, ૨ રત્રિકૃત્ય, ૩ પર્વકૃત્ય, ૪ ચાતુર્માસિકૃત્ય, ૫ વાર્ષિક કર્યો અને ૬ જન્મકય; એમ આ છે ભાગ શ્રાવક જન ઉપર ઉપકાર કરવાને માટે આ “શ્રાદ્ધવિવિ' ગ્રંથમાં વર્ણવામાં આવશે. ૨ . . આમ પહેલી ગાથામાં મંગલ અને બીજી ગાથામાં ગ્રંથને વિષય કહીને, હવે જે લાયક હોય તેને જ વિદ્યા, રાજ્ય અને ધર્મ એ ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે માટે શ્રાવકધર્મ આદરવા લાયક કોણ યોગ્ય છે તે વિષે કહે છે: -
સહજ કુળ, મદાર વિનિમ नयमग्गरई तह दढ-नियवयणाठिई विणिदिठो ॥ ३ ॥
ભાવાર્થ-૧ ભદ્રપ્રકૃતિ, ૨ વિશેષનિપુણમિતિ, ૩ ન્યાયામાર્ગરતિ અને ૪ દ્રઢનિજવચનરિથતિ જેણે પ્રાપ્ત કરી છે એ પુરૂષ શ્રાવકપણાને ચોગ્ય છે. . ૩ થી - ૧ ભદ્રકપ્રકૃતિ એટલે ભદ્રક સ્વભાવનો એટલે કોઈ વાતમાં પક્ષપાત ન રાખતાં મધ્યસ્થ રહી નજીવી બાબતમાં કદાહ ન રાખે તે કહ્યું છે કે ૧ મિયાતી ઉપર દૃષ્ટિ રાગ રાખનાર, ૨ ધમનો હેવી, ૩ બિલકૂલ મૂઢ ( જડમતિ ) અને ૪ પૂર્વવ્યુદ્રાહિત એટલે ગુરૂનો લાભ થયાં પહેલાં જ જેનું ચિત્ત કોઇ મતવાદીએ એકાંતવાદમાં ખોટું સમજાવીને દઢ કર્યું હોય તે, એ ચાર પુરૂષો ધર્મ પામવા લાયક નથી. માટે જે મધસ્થ ( કોઈ મત ઉપર પક્ષપાત ન રાખનારો) હોય, તેજ ધર્મ પામવા યોગ્ય જાણો. ૧ દષ્ટિરાગી ધર્મ પામી શકતો નથી, તેના ઉપર એક દ્રષ્ટાંત છે કે જેમ