________________
(હવે ટીકાકાર ટીકા કરવાનું કારણ કહે છે.) युगवरतपागणाधिप-पूज्यश्रीसोमसुन्दरगुरूणाम् ॥ વારિતરત્વ, વાર્થ વતિ || ||
યુગપ્રધાન; તપાગચ્છના આચાર્ય અને પૂજ્ય શ્રી સોમસુંદર ગુરૂ - હારાજના વચનથી કેવળિભાષિત તત્વને જાણ થયેલ હું, તેમના વચનથીજ ભવ્ય જીવોના હિતને અર્થ વ્યાખ્યા કરું છું. તે ૩ છે
. (મૂત્રજાથા.) सिरिवीरजिणं पणमिम, सुआउ साहमि किमक्सिट्राविहिं ।। रायगिहे जगगुरुणा, जह भणि अभयपुठेणं ॥ १ ॥
ભાવાર્થ-કેવળજ્ઞાન, અશોકરક્ષાદિ આઠ પ્રાતિહાર્ય, વાણીના પાંત્રીસ ગુણે ઈત્યાદિ ઐશ્વર્યથી વિરાજમાન શ્રી વીરજિનને મન, વચન, કાયાવડે ભાવથી વંદના કરીને, રાજગૃહી નગરીમાં અભયકુમારના પૂછવાથી શ્રી વીર ભગવાને જે રીતે ઉપદેશ કર્યો હતો, તે રીતે સિદ્ધાંત વચનને અને ગુરુ સંપ્રદાયને અનુસરી શ્રાદ્ધવિધિ (શ્રાવકોની સામાચારી) ટુંકમાં કહું છું. ૧
અહિં શ્રી મહાવીર સ્વામીને “વીરજિન એવા નામથી ઓળખાવ્યા છે, તેનું કારણ એ છે કે –કર્મરૂપ શત્રુઓને સમૂળ ઉછેદ કરો, તપ સ્યાથી શોભવું વગેરે કારણથી વીર કહેવાય છે, અને રાગાદિકને જીતનાર તેથી જિન કહેવાય છે. વળી કહ્યું છે કે –જે માટે કર્મનું વિદારણ કરે છે, અને તપે કરીને શોભે છે, તે માટે વીર્ય અને તપસ્યાથી વિરાજમાન ભગવાન વીર કહેવાય છે. વળી શાસ્ત્રમાં પણ ત્રણ પ્રકારના વીર કહ્યા છે. “૧ દાનવીર, ૨ ચુદ્ધવીર અને ૩ ધર્મવીર’ આ ત્રણે પ્રકારનું વીરપણું ભગવાનમાં હોવાથી એમને વર કહે છે. કહ્યું છે કે–(વાર્ષિક દાનની આ વખતે) ક્રોડ સોનૈયાના દાનથી જગતને વિષે દરિશ્ચને મિથ્યા કરીને અને થાત કહેવા માત્ર દારિત્ર્ય રાખીનેમહાદિકના કુળમાં થએલા અને કેટલાક ગર્ભમાં (સત્તામાં) પણ રહેલા ચળકતા (કર્મરૂપ) શત્રુઓને હણીને, તેમજ ફળની વાંછા નહિ રાખતાં કોઇથી કરાય નહિ એવી મોક્ષને આપનારી તપસ્યા કરીને જે ત્રણ પ્રકારની “વીર’ પદવીના ધારક થયા, એટલે બહુ દાન દેવાથી દાનવીર થયા, રાગાદિક શત્રુઓને મૂળ સહિત હણવાથી