________________ લલિતાંગ કુમાર કથાંતર્ગત જયરાજ કથા. 23 બહાર નીકળે. રાજા પણ કપાયમાન થઈને સૈન્યના આડંબર સાથે યુદ્ધની સામગ્રી સજજ કરીને નગરની બહાર કુમારની સન્મુખ ગયે. ત્યાં બંને સૈન્યને સામસામો ભેટે થયે. એ વખતે પ્રધાન પુરૂષોએ વિચાર્યું કે–અહો ! રાજાએ આ શું અનુચિત આદર્યું છે?” પછી સવે પ્રધાને મળીને રાજા પાસે આવ્યા, અને મુખ્ય પ્રધાને કહ્યું કે-“હે સ્વામિન્ ! તીક્ષણ શસ્ત્રોથી તે શું, પણ પુષ્પથી પણ યુદ્ધ ન કરવું. કારણકે યુદ્ધ કરતાં વિજયને તે સંદેહ છે અને પ્રધાન ( શ્રેષ્ઠ) પુરૂષના ક્ષયને તે નિર્ણય છે.' વળી હે નાથ ! જેમ ગ્રહને નાયક ચંદ્રમા અને નદીઓનો નાયક સમુદ્ર છે, તેમ તમે પ્રજાના નાયક છે, અને વિચાર કર્યા વિના કાંઈ પણ કાર્ય કરવાથી અનર્થ પ્રાપ્ત થાય છે, માટે વિચાર કરે. હે દેવ! જે કુદષ્ટ, કુપરિક્ષિત અને કુજ્ઞાત કાર્ય કરે છે, તે જયપુરના રાજાની જેમ ચિંતાને પ્રાપ્ત થાય છે. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે - વિંધ્યાચલ પર્વતની ભૂમિ પર અનેક વૃક્ષો છે. ત્યાં ઉચ્ચ અને વિસ્તીર્ણ એક વટવૃક્ષ છે. તે વૃક્ષ પર એક શુકયુગલ રહે છે, સસ્નેહ કાળ નિર્ગમન કરતાં તે શુકને અપત્યની પ્રાપ્તિ થઈ. માતપિતાની પાંખના પવનથી તથા ચૂર્ણ વિગેરે મુખમાં આપવાથી તે બાળક અનુકમે વૃદ્ધિ પામ્યું. તેને પાંખો આવી. એકદા બાલચાપલ્યથી ઉડીને ગમનોત્સુક એ તે થોડે દૂર ગયે, એટલે તે તરતજ થાકી ગયે, તેથી મુખ પહોળું કરીને પડી ગયું. તે વખતે જળને માટે તે બાજુ આવતા કઈ તપસ્વીએ તેને પૃથ્વી પર પડેલો જોઈને કરૂણાથી હાથમાં લીધો, અને પિતાના વકલવસ્ત્રથી પવન નાખી તથા કમંડળમાંથી તેને જળ પીવરાવીને પિતાના આશ્રમમાં લઈ ગયો. ત્યાં સ્વાદિષ્ટ નીવારના ફળ અને જળથી પુત્રની જેમ પાળિત પાષિત થયેલ તે વૃદ્ધિ પામ્યું. એટલે તાપસોએ મળીને તેનું શુકરાજ નામ પાડ્યું. તેને લક્ષણવંત જાણીને કુળપતિએ ભણા. તે શુકના માતપિતા પણ ત્યાં જ આવીને તેની પાસે રહ્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust